in-battle-with-flipkart-amazon-india-launches-hindi-website-app
  • Home
  • Technology
  • Amazon લૉન્ચ કરી હિન્દી વેબસાઇટ, કરોડો ગ્રાહકોને થશે ફાયદો

Amazon લૉન્ચ કરી હિન્દી વેબસાઇટ, કરોડો ગ્રાહકોને થશે ફાયદો

 | 5:23 pm IST

ભારતીય ગ્રાહકોને ધ્યાનમાં રાખી ભાષાના સમાધાન મુદ્દે Amazon Indiaએ Amazon ડોટ ઈનને હિન્દીમાં લૉન્ચ કરી છે. હવે કરોડો ગ્રાહકો આનાથી સરળતાથી ઓનલાઇન ખરીદી કરી શકશે. કેટલાક ભારતીયોને ભાષાની તકલીફ નડતી હોવાની ફરિયાદો આવતા દરેક લોકો સાથે સરળતાથી જોડાવવા Amazon તરફથી આ પગલુ લેવાયુ છે જેને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ગ્રાહકો હવે હિન્દીમાં પ્રોડક્ટની માહિતી મેળવી શકશે. સાથે સાથે ડીલ તેમજ ઓર્ડર પણ આપી શકશે. તેમજ પેમેન્ટ કરી શકશે.

ગ્રાહકો હવે પોતાના એકાઉન્ટની જાણકારી સાથે પોતાના ઓર્ડરની હિસ્ટ્રી જાણી શકશે. આ તમામ એપ અને વેબસાઇટ પર જોઇ શકાશે. Amazonના વાઇસ પ્રેસિડેન્ટે જણાવ્યુ કે અમારૂ એક જ વિઝન છે કે ફક્ત ભાષાના કારણે અમારૂ કોઇ ગ્રાહક હેરાન ન થાય અને સરળતાથી અમારી સાથે જોડાઈ શકે. અમારા આ એક કદમના કારણે 10 કરોડ ગ્રાહકોને ઓનલાઇન મદદ મળશે.

પહેલી વખત કોઈ ભારતીય ભાષાને લૉન્ચ કરવાથી ભારતના કરોડો હિન્દી બોલનાર ગ્રાહકો તેમની મનપસંદ ભાષામાં ખરીદી કરી શકશે. આવનારા તહેવારોની સીઝન નવા ગ્રાહકો માટે ઓનલાઇન ખરીદી કરવા માટે એક મોટી તક છે હવે ગ્રાહક પ્રથમ વખત દિવાળીની ખરીદીમાં હિન્દીમાં કરી શકશે. આગામી કેટલાક મહિનામાં ટીમમાં કેટલીક અન્ય સુવિધાઓ હિન્દીમાં ઉમેરાશે, જેમ કે ઉત્પાદન સમીક્ષા, રેટિંગ, પ્રશ્ન અને જવાબ.