વ્યસ્તતા વચ્ચે પ્રેમને અકબંધ કઈ રીતે રાખશો? - Sandesh
NIFTY 10,730.55 +20.10  |  SENSEX 35,365.24 +78.50  |  USD 68.1275 -0.25
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Ardha Saptahik
  • વ્યસ્તતા વચ્ચે પ્રેમને અકબંધ કઈ રીતે રાખશો?

વ્યસ્તતા વચ્ચે પ્રેમને અકબંધ કઈ રીતે રાખશો?

 | 3:48 am IST

ખુલ્લી વાતઃ અમિતા મહેતા

આજે સ્ત્રી અને પુરુષ બંનેની કાર્યક્ષેત્રે વ્યસ્તતા એકસરખી છે. તેથી પતિ- પત્ની બંને પાસે સમયનો અભાવ જોવા મળે છે. પારિવારિક જવાબદારી, બાળકોનો ઉછેર અને જોબમાં આગળ વધવાની ઈચ્છા આ ત્રણેય પરિબળો એમની અંગત ક્ષણોને છીનવી લે છે. સંવાદ અને સામિપ્ય ઘટવાને કારણે ગેરસમજ, ઝઘડાઓ અને ગુસ્સાનું પ્રમાણ વધે છે જે સંબંધોમાંથી પ્રેમની ભીનાશ ખતમ કરે છે, પરંતુ બધી જવાબદારીઓ વચ્ચે પણ પતિ- પત્ની અમુક નિયમો બનાવે તો પ્રેમને આંચ નહીં આવે.

સરેરાશ એક વ્યક્તિ દિવસના ૬૦% જેટલો સમય કામ માટે પસાર કરે છે. આવવા- જવાનો સમય અલગ અને હવે દરેક સ્થળે ટાર્ગેટ અને ડેડલાઈનનું પ્રેશર રહે છે. ત્યારે ઓવરટાઈમનો સમય સંબંધો પર બોજ બને છે. તેથી બને ત્યાં સુધી ઓવરટાઈમ ટાળો. તેમાંય નવાં- નવાં પરણેલા પતિ- પત્ની સંબંધોને મજબૂત કરવા પર ધ્યાન આપવાને બદલે ઘરની વસ્તુઓ વસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. એ માટે લોન લે છે. આવા સંજોગોમાં બંને પતિ-પત્ની ઓવરટાઈમ કરે. બંને થાકેલા- તનાવથી ભરપૂર ઘરમાં આવતાં જ રીલેક્સ થવા ઈચ્છે ત્યારે કામ માટે તો ઝઘડા થાય જ છે સાથે પ્રેમ કરવાની ઈચ્છા મૃતઃપ્રાય બને છે. સો…ખાસ જરૂર હોય તો જ ઓવરટાઈમ કરો. લગ્નની શરૂઆતમાં અને પછી પણ ઓવરટાઈમ ટાળવો જરૂરી છે.

વર્કનું પ્રેશર, હરીફઈ અને આગળ વધવાની ઈચ્છા કામનું ભારણ વધારે છે. ઓફ્સિમાં કામ પૂરું ન થાય તો કામ ઘરે ડાઈનિંગ ટેબલ અને બેડરૂમમાં પહોંચી જાય છે. પરિણામે ન ઘરનાં કામમાં દિલ ચોંટે છે. ઘરે કામ લાવવાથી કામ અને ઘરનું વાતાવરણ બંને બગડવાની શક્યતા રહે. ઘણીવાર ઓફ્સિમાં ખોટી ચર્ચા અને ટાઈમપાસને કારણે પણ બાકી રહેલું કામ ઘરે લાવવું પડે છે તો ઓફ્સિમાં વાતોનાં વડામાં સમય પસાર કરવાને બદલે કામમાં પૂરેપૂરું ધ્યાન આપો. જેથી ઘરે પહોંચ્યા પછી કામનું ટેન્શન ન રહે અને તમે તમારા જીવનસાથીને પૂરતો સમય આપી શકો.

ત્રીજી મહત્ત્વની વાત છે જીવનસાથી સાથે હરીફઈ ટાળવાની. આજકાલ પતિ-પત્નીમાં કોણ વધારે કમાય એની હરીફઈ જોવા મળે છે અને આ માટે અંગત લાઈફ્ને અવગણીને કામને વધારે પ્રાયોરિટી આપે છે. વધારે કમાનાર પાર્ટનરનું પરિવારમાં પ્રભુત્વ રહે છે અને ઓછું કમાનાર પાર્ટનર ગીલ્ટ ફીલ કરે છે. એનાં પર કામનો વધારાનો બોજો નંખાય છે. તેથી પ્રભુત્વ જમાવવાનો અદ્રશ્ય સંઘર્ષ એમની વચ્ચે સતત ચાલતો રહે છે. સંબંધોમાં હરીફઈ, ઈગો અને સત્તાનાં કેફ્ને પાછળ મૂકીને ચાલશો તો જ શાંતિથી જીવી શકશો.

વ્યસ્તતા વચ્ચે પ્રેમ- લાગણીને સાચવવાનો એક રસ્તો એ છે કે પરસ્પરની અપેક્ષાઓનું વિશ્લેષણ કરો અને એને દિલથી પૂરી કરવાનો પ્રયત્ન કરો. દા.ત. પત્નીને લોન્ગ ડ્રાઈવ પર જવું ગમે છે તો ગમે તેટલી વ્યસ્તતા વચ્ચે સપ્તાહમાં એકાદ- બે દિવસ એને લોન્ગ ડ્રાઈવ પર લઈ જાવ. મ્યુઝિકનો શોખ છે સારી કેસેટ્સ લાવીને આપો. પત્ની ઈચ્છે છે કે તમે બીજું કંઈ ન કરો પણ ગ્રોસરી લઈ આવો. આ અપેક્ષાઓ પૂરી થવાથી અન્ય બાબતે એ કચકચ નહીં કરે. લોન્ગ ડ્રાઈવ પરથી આવ્યા પછી કમે તમારું કામ કરી શકો અથવા તો મોડંુ થાય કે ઓફ્સિનો પ્રોબ્લેમ હોય તો પણ પત્નીની અપેક્ષા પૂરી કરશો તો બીજી બાબતને એ ઈગ્નોર કરશે. આવું જ પત્ની પણ પતિની અપેક્ષાઓ માટે કરી શકે. બંને એકબીજાને પોતાની પ્રાયોરિટી જણાવી એ કેટલી ફ્ૂલફીલ થઈ શકે એમ છે તેનું વિશ્લેષણ કરી લો.

પતિ- પત્ની બંને કામ કરે ત્યારે ટાઈમ મેનેજમેન્ટ ખૂબ જરૂરી છે. પત્નીનો ઓફ્સિનો સમય થઈ જાય ત્યાં સુધી પતિ મહાશય પેપરમાંથી મોં બહાર ન કાઢે અને પછી ચા- નાસ્તો ઠંડો પડયાની કચકચ કરે એ જરાય વાજબી નથી. ઉઠવાનો, ચા- નાસ્તો, જમવાનો, બાળકોને હોમવર્ક કરાવવાનો અને ટી.વી. મોબાઈલનો સમય નિિૃત કરવો પડે. એકની બેદરકારીને કારણે બીજાએ સહન કરવું પડે છે. અગર તમે નક્કી કર્યું છે કે રોજ રાત્રે અડધો કલાક ગેલેરીમાં સાથે બેસવું તો એ સમયને ફેલો કરો. આજે મેચ છે અને મિત્ર સાથે બહાર જવાનું છે એવા બહાના નહીં ચાલે.

એકબીજાનાં ગ્રૂપમાં જોડાવો-

પતિ- પત્ની એકબીજાનાં ફ્રેન્જઢ અને કો-વર્કસને પ્રાયઃ ઈગ્નોર કરે છે ધેટ્સ નોટ ગુડ. કારણ કે તમારા જીવનસાથી તમારા જેટલો જ સમય એમની સાથે પસાર કરે છે. જો પતિ- પત્ની એમની સાથે કનેક્ટ રહેશે તો ઓફ્સિ પાર્ટીઝ, ગેટ ટુ ગેધરમાં તમે જોડાઈ શકશો. ઓફ્સિનાં કામને, વાતાવરણને સમજી શકશો. હા, આ માટે પરસ્પર વિશ્વાસ અને મૈત્રીનો ભાવ જોઈએ જાસૂસીનો નહીં.

[email protected]