ભચાઉ અને ચીરઈમાં '૪.૧૬ લાખનો દારૃનો જથ્થો ઝડપાયો - Sandesh
  • Home
  • Bhuj
  • ભચાઉ અને ચીરઈમાં ‘૪.૧૬ લાખનો દારૃનો જથ્થો ઝડપાયો

ભચાઉ અને ચીરઈમાં ‘૪.૧૬ લાખનો દારૃનો જથ્થો ઝડપાયો

 | 2:00 am IST

ભચાઉ શહેરના બટિયા વિસ્તારમાં આવેલી ઓફિસ, ઓરડી તેમજ તાલુકાના જૂની મોટી ચીરઈ ગામે પોલીસે છાપો મારીને રૃપિયા ૪.૧૬ લાખનો દારૃનો જથ્થો ઝડપી પાડયો હતો, પરંતુ કાયદાના રક્ષકોને સાત પૈકી એકેય ઈસમ હાથમાં આવ્યો ન હતો.

ભચાઉ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતંુ કે, આજે રાત્રિના અરસામાં જૂની મોટી ચીરઈ ખાતે બહુચર માતાજીના મંદિર પાછળ અમુક ઈસમો અલગ અલગ વાહનોમાં દારૃનું કટિંગ કરતા હોવાની બાતમી મળતાં પોલીસે છાપો માર્યો હતો, પરંતુ પોલીસની ગંધ આવી જતાં જૂની મોટી ચીરઈના યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા, કાના વેલા બઢિયા તથા નવી મોટી ચીરઈનો રામદેવસિંહ ઉર્ફે ડકુ રણજિતસિંહ જાડેજા તેમજ એક અજાણ્યો ઈસમ જેઓ ચારેય પલાયન થઈ ગયા હતા. આરોપી નાસી છુટયા બાદ બોલેરો નંબર જીજે ૧ર બીવી ર૧૪૩ તથા કાર નંબર જીજે ૧ર એકે ૧૭૪ ની તપાસ કરતા તેમાંથી દારૃના ૧૦૦૮ ક્વાર્ટરિયા અને બિયરના ૬૭૧ ટીન મળી રૃપિયા ર,૦૧,૪પ૦ નો જથ્થો મળી આવ્યો હતો. પરિણામે પોલીસે બે વાહન, દારૃ વગેરે મળી કુલે રૃપિયા ૧ર,૦૧,૪પ૦ નો મુદ્દામાલ કબજે કરી લેવામાં આવ્યો હતો.

જૂની મોટી ચીરઈ બાદ આજે બપોરના ૪ઃ૩૦ વાગ્યાના અરસામાં ભચાઉના બટિયા વિસ્તારમાં આવેલી બંધ ઓફિસ તેમજ ઓરડીમાં દરોડો પાડયો હતો. દરમિયાન તેમાંથી અંગ્રેજી દારૃની ૩ બોટલ, ક્વાર્ટરિયા નંગ ૧૪૯પ, બિયરના ૪ર૭ ટીન મળી રૃપિયા ર,૧૪,૬પ૦ નો જથ્થો મળી આવ્યો હતો. પરિણામે પોલીસે કાર નં. જીજે ૧ર પી ૩૦૯ તથા બાઈક નં. જીજે ૧ર એમ ૪૦૧૭ મળી કુલે રૃપિયા ૩,૩૯,૬૦૦ નો મુદ્દામાલ કબજે કરી લીધો હતો. જ્યારે રેડ દરમિયાન હાજર ન મળી આવેલા સાલેમામદ મામદ કુંભાર, અલીમામદ મામદ કુંભાર ( રહે. બંને બટિયા વિસ્તાર તથા કમલેશ ગાંગજી સુથાર (રહે. માનસરોવર) સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.