In Bharuch district, the husband sent a recording from abroad and gave a triple divorce to his wife
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • ભરૂચ જિલ્લામાં પ્રથમ કિસ્સો, પતિએ વિદેશથી રેકોર્ડિંગ મોકલી પત્નીને આપ્યા ત્રિપલ તલાક

ભરૂચ જિલ્લામાં પ્રથમ કિસ્સો, પતિએ વિદેશથી રેકોર્ડિંગ મોકલી પત્નીને આપ્યા ત્રિપલ તલાક

 | 7:21 pm IST
  • Share

ભરૂચ તાલુકાના ટંકારીયા ગામે પરિણીતા ઉપર સાસરિયાઓ ત્રાસ ગુજારતા હોવા છતાં પરિણીતા સહન કરતી રહી હતી, પરંતુ 15 વર્ષ બાદ સામાન્ય વાતની બોલાચાલી બાદ અને તેના પતિએ ફોન ઉપર અભદ્ર ગાળો ભાંડી વોઇસ રેકોર્ડિંગના મેસેજથી ત્રણ વાર તલાક-તલાક-તલાક કહી લગ્ન જીવનનો અંત લાવવાના પ્રયાસો કરતા પત્નીએ પતિના વોઇસ રેકોર્ડિંગ સાથે પાલેજ પોલીસ મથકે દોડી જઇ પતિ સહિત સાસરિયાં વિરુદ્ધ ગુનો દાખલ કરાવતાં પોલીસે તપાસ શરૂ કરી છે.

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના રહીશ યુસુફ દિવાનની દીકરી શહેનાઝના લગ્ન પંદર વર્ષ પહેલાં ટંકારીયા ગામે રહેતા ઐયુબ દિવાના પુત્ર હુસૈન સાથે થયા હતા. જોકે 15 વર્ષમાં તેમનું જીવન પણ સારું ચાલી રહ્યું હતું. તેઓને સંતાનમાં એક દીકરો અને દીકરી અવતરી હતી. ત્યારબાદ દોઢ વર્ષ અગાઉથી પતિ સાઉદી અરબ ગયા બાદ હાલમાં પણ તેઓ ત્યાં જ હતા. પત્ની સાસરીમાં સાસરિયાઓ સાથે રહેતી હતી અને સાસરિયાઓ તેઓના પતિને વારંવાર ફોન કરીને મારી વિરુદ્ધ ચઢામણી કરાવી મારી વિરુદ્ધ ભડકાવતા હતા તેઓ પત્નીએ આક્ષેપ કર્યો છે. સાથે જ મારો પતિ વારંવાર મને ફોન ઉપર અભદ્ર ગાળો અને છૂટાછેડા આપી દેવાની ધમકી આપતો હતો છતાં પણ હું સમગ્ર માનસિક શારીરિક ત્રાસ સહન કરતી રહી અને મારા સંતાનો સાથે સાસરીમાં જ જીવન ગુજારી રહી હતી.

ગત તારીખ 4/8/2021 ના રોજ રાત્રિના આશરે દસેક વાગ્યાના સુમારે ફરિયાદી સંતાનો સાથે સાસરીમાં જ હતા અને નાની નણંદ તથા નણદોઈ બાબુ હોય પણ તેઓના ઘરે આવેલ હોય તે વખતે ફરિયાદીની દીકરી સાફ-સફાઈ તથા વાસણ ધોવા માટે અને તે વખતે ફરિયાદીની સાસુ કહેવા લાગેલા કે તું તો “ખોડેલી” તું નહીં સુધરે તેમ કહી સાસુ ગાળો બોલવા લાગેલ.

જોકે મહિલાએ ગાળો બોલવાની ના પાડતાં તેઓનું ઉપરાણું લઇ સસરા તેમજ નણંદ અને નણદોઈએ પણ મહિલાને ગાળો બોલવા લાગેલ અને કહેવા લાગેલા કે તું તારા બાપના ઘરે જતી રે તારો પતિ પણ અહીંયા નથી અને તારું અહિયાં કાંઈ કામ નથી, તને કેટલી વાર કીધું છે તેમ છતાં તું અહીંયા રહે છે તેમ કહી આ બધા લોકોએ ભેગા મળી મહિલા સાથે મારામારી કરવા લાગ્યા હતા.

બાદમાં પતિએ પણ પત્નીને ફોન કરી ઝઘડો કરવા લાગ્યો હતો અને ગાળો બોલવા સાથે પતિએ પત્નીને ફોન ઉપર કહ્યું હતું કે મારે તને રાખવી નથી અને તું તારા બાપના ઘરે જતી રે.. હું તને ફોનમાં તલાક આપુ છું તેમ કહેતા ફોન બંધ કરી દીધેલ. જેથી તેઓએ તેમના મોબાઈલ ફોનના વોટ્સએપ ઉપર વોઇસ રેકોર્ડિંગ કરીને ત્રણ વખત વખત તલાક તલાક તલાક કહીને મોબાઇલ ફોનના વોટ્સએપ ઉપર વોઇસ રેકોર્ડિંગ મેસેજ કર્યો હતો.

પતિના રેકોર્ડીંગ મેસેજના પગલે પોલીસે ગુનો દાખલ કર્યો

પતિ સાઉદીમાં હોય અને પત્ની સાસરીમાં સંતાનો સાથે રહેતી હતી અને સાસરિયાઓનો ત્રાસ પણ સહન કરતી રહી હતી પરંતુ સાસરિયાઓએ સાઉદીમાં રહેલા પુત્રને ફોન કરી તેની પત્ની વિશે ચઢામણી કરતાં ઉશ્કેરાયેલા પતિએ પત્નીને સોશિયલ મીડિયા થકી વોટ્સએપમાં વોઇસ રેકોર્ડિંગના ઓડિયો થકી ત્રણ વખત તલાક-તલાક-તલાક કહી દેતા પત્ની તાબડતોબ પોલીસ મથકે પહોંચી ગઈ હતી અને સાઉદીમાં રહેલા પતિ સહિત સાસુ-સસરા નણંદોઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો