ભાવનગરમાં પિતા- પુત્ર ઉપર થયો તલવાર વડે હુમલો, આરોપીના સ્કૂટર પર લખ્યું છે પોલીસ - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Bhavnagar
  • ભાવનગરમાં પિતા- પુત્ર ઉપર થયો તલવાર વડે હુમલો, આરોપીના સ્કૂટર પર લખ્યું છે પોલીસ

ભાવનગરમાં પિતા- પુત્ર ઉપર થયો તલવાર વડે હુમલો, આરોપીના સ્કૂટર પર લખ્યું છે પોલીસ

 | 7:30 pm IST

ભાવનગરની સર.ટી.હોસ્પીટલમાં વહેલી સવારે ૩થી ૪નાં સમયગાળામાં બનેલી ઘટનાએ ભારે ચકચાર મચાવી છે. જેમાં શહેરનાં સુભાષનગર વિસ્તારમાં રહેતા પિતા-પુત્ર પર ત્રણ શખ્સોએ હુમલો કરી ઈજા પહોચાડી હતી. જે સારવાર માટે સર.ટી.હોસ્પિટલમાં આવતા ફરી આ માથાભારે તત્વો ખુલ્લી તલવાર સાથે હોસ્પીટલનાં ઈમરજન્સી વોર્ડમાં ઘુસી ગયા હતા અને પિતા-પુત્ર પર હુમલો કરી આતંક મચાવ્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ જવા પામી છે. જયારે આ બનાવમાં પોલીસ અને હોસ્પિટલ અધિક્ષકની ભૂમિકા પર અનેક સવાલો ઉઠવા પામ્યા છે.

bhavnagar hospital-2

ખુલ્લી તલવાર વડે કર્યો હોસ્પિટલમાં જ હુમલો
ભાવનગર શહેરમાં ગુરૂવારે રાત્રીથી વહેલી સવાર સુધીમાં પિતા-પુત્ર પર બે વાર થયેલા ખૂની હુમલાની ઘટના એ ભારે ચકચાર મચાવી છે. સુભાષનગર વિસ્તારમાં રહેતા ભરતભાઈ વજાભાઇ પરમાર કે જેનો પરિવાર રાત્રીનાં પોતાને ઘરે સુતો હોય ત્યારે બે વાગ્યાની આસપાસ ત્રણ શખ્સો તેના ઘરે પહોચ્યા હતા અને ભરતભાઈનાં પુત્ર કરણનાં મિત્ર છીએ અને રાજકોટથી આવ્યા છીએ તેમ કહી તેને બહાર બોલાવી તેના પર છરી વડે હુમલો કરી નાસી છૂટ્યા હતા. ઘવાયેલા પુત્રને લઇ માતા-પિતા બી-ડિવિઝન પોલીસ મથકે પહોચ્યા હતા. જ્યાં ફરિયાદ નોંધાવીને સારવાર માટે સર.ટી.હોસ્પીટલમાં દાખલ થતા ફરી આ માથાભારે તત્વો ખુલ્લી તલવાર સાથે હોસ્પિટલના ઈમરજન્સી વિભાગમાં દોડી ગયા હતા અને સારવાર લઇ રહેલા પુત્ર પર હુમલો કરતા ભાગદોડ મચી હતી. પિતાએ પોતાના પુત્ર પર હુમલો થતા હુમલાખોરો સામે પ્રતિકાર કર્યો હતો. જેમાં તેને પણ માથાના ભાગે તલવાર વાગી હતી. આ સમયે ત્યાં રહેલી સિક્યુરીટી પર હુમલાખોરો સામે બાથ ભીડવાને બદલે ત્યાંથી ભાગી હતી. જયારે હુમલાખોરોના આતંકનો ભોગ ત્યાં રહેલ અન્ય દર્દીઓ પણ બન્યા હતા.

bhavnagar hospital-3

સ્થળ ઉપર જ સ્કૂટર મૂકી હુમલાખોરો નાસી છૂટ્યા
હુમલાખોરો હુમલો કરી પોતાનું સ્કૂટર ત્યાજ મૂકી નાસી છૂટ્યા હતા. જયારે આ બનાવ અંગેની જાણ સામાજિક કાર્યકર દ્વારા પોલીસ કંટ્રોલને કરાતા પોલીસ ત્યાં દોડી ગઈ હતી અને પિતા-પુત્રને સુરક્ષા માટે પોલીસ મથકે લઇ ગઈ હતી.જયારે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ જવા પામી છે.

bhavnagar hospital-1

માતા-પિતાએ ફરિયાદ માટે એ અને બી ડિવિઝન વચ્ચે ધખ્ખા ખાધા
આ ઘટનામાં પોલીસની ભૂમિકા પર સવાલો ઉઠ્યા છે. સર.ટી.હોસ્પિટલમાં હુમલાની ઘટના બની હોવા છતાં ફરિયાદીને આ વિસ્તાર કે જે એ-ડિવિઝનમાં આવે છે તેના બદલે બી-ડિવિઝનમાં મોકલી આપ્યા હતા. એટલેકે બે બનાવને એકમાં ખપાવવાનો પ્રયાસ પોલીસ દ્વારા કરવામાં આવ્યો હોય એવું જાણવા મળી રહ્યું છે.

bhavnagar hospital

આરોપીઓના સ્કૂટર ઉપર પોલીસનો સિમ્બોલ અને પોલીસ લખેલું હતું
જયારે બનાવમાં ઝડપાયેલું સ્કુટર જીજે-૪ બીકે-૪૨૧ મહેન્દ્ર ડ્યુરો કે જેના પર પોલીસનો સિમ્બોલ અને પોલીસ લખેલું છે ત્યારે હકીકતમાં આ સ્કુટર કોઈ લાઈનબોયનું છે કે એમ જ પોલીસ લખ્યું છે તે તપાસનો વિષય છે. જયારે આ હુમલા અંગે વધુ વિગત તો પોલીસ તપાસ બાદ જ બહાર આવશે.