NIFTY 10,321.75 +12.80  |  SENSEX 33,314.56 +63.63  |  USD 65.1600 +0.23
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Bhavnagar
  • ભાવનગરમાં માતાના પ્રેમીએ આડાસંબંધોમાં અંતરાય પુત્રીનું કાઢી નાંખ્યું કાસળ

ભાવનગરમાં માતાના પ્રેમીએ આડાસંબંધોમાં અંતરાય પુત્રીનું કાઢી નાંખ્યું કાસળ

 | 7:20 pm IST

ભાવનગરના કરમદિયા ગામ ખાતે બનેલા એક બનાવમાં, માતાના તેના પ્રેમી સાથે આડા સંબંધોમાં વચ્ચે આવનારી યુવતીની છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા કરી દેવાતા ચકચાર મચી ગઈ છે. યુવતીએ માતાના પ્રેમીને ચાલ્યા જવાનું કહેતા ઉશ્કેરાયેલા પ્રેમીએ યુવતીને અંધાધૂંધ છરીના ઘા ઝીંકી દીધા હતા. એટલું જ નહીં પુત્રીને બચાવવા વચ્ચે પડનાર માતા(પ્રેમિકા)ને પણ ગંભીર ઇજા પહોંચાડી આ નરાધમ નાસી છૂટ્યો હતો. આ બનાવ અંગે યુવતીના ભાઈએ પોલીસ ફરિયાદ નોંધવી હતી.

બનાવ અંગે ભાવનગર જીલ્લાના મહુવા તાલુકાના કરમદિયા ગામે રહેતા યુવતીના ભાઈ વિનોદ સુરાભાઈ પરમારે બગદાણા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ, તેની માતાને તળાજાના ઢળિયા ગામે રહેતા ડાયાભાઈ લખમણભાઈ પરમાર નામના શખ્સ સાથે આડા સબંધ હતા. આ શખ્સ તેના ઘેર તેની માતાને મળવા આવ્યો હતો. ઘરે તેની 30 વર્ષીય બહેન ભાવુબેન સુરાભાઈ પરમાર પણ હાજર હતી.

ભાવુબેનને આ પસંદ ન હોય માતાને મળવા આવેલ શખ્સને ચાલ્યા જવાનું કહેતા, ઉશ્કેરાયેલા આ શખ્સે ભાવુબેન ઉપર છરીના ઉપરાછાપરી ઘા ઝીંકી કરપીણ હત્યા કરી નાસી છૂટયો હતો. વચ્ચે પડેલા ભાવુબેનની માતાને પણ આ શખ્સે પછાડી દઈ ઈજા પહોંચાડી હતી. બનાવ અંગે બગદાણા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હત્યાના આ બનાવે નાના એવા કરમદિયા ગામે ચકચાર જગાવી છે.