ભુજમાં દિનદહાડે મકાનનાં તાળાં તોડી રોકડ તથા ઘરેણાની તસ્કરી - Sandesh
  • Home
  • Bhuj
  • ભુજમાં દિનદહાડે મકાનનાં તાળાં તોડી રોકડ તથા ઘરેણાની તસ્કરી

ભુજમાં દિનદહાડે મકાનનાં તાળાં તોડી રોકડ તથા ઘરેણાની તસ્કરી

 | 2:00 am IST

શહેરના ભીડનાકા બહાર દાદુપીર રોડ પર ચોરીનો બનાવ બન્યો હતો. પુષ્પાબેન અમૃતલાલ લીલાધર છત્રાડાએ નોંધાવેલી ફરિયાદ મુજબ ગત તા. ૧૨/૭ના સવારે ૭ઃ૪૫ થી સાંજના ૫ વાગ્યા દરમ્યાન ચોરીની આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. મકાનના દરવાજામાં લાગેલું તાળું તોડી તેમાં પ્રવેશી લોખંડના કબાટનો લોક તોડી તેમાં રાખેલા સોના અને ચાંદીના દાગીના, કિં.રૃ.૫૯,૩૦૦ તથા રોકડ રૃ.૫૪,૦૦૦ સહિત કુલ રૃ. ૧,૧૩,૩૦૦ની મતા કોઈ અજ્ઞાાત તસ્કરો ઉસેડી ગયા હતા. બનાવ અંગે મકાન માલિકને જાણ થતાં તેમણે પોલીસને બનાવ અંગે કહ્યું હતું જે અંગે પોલીસે રાત્રે ૮ઃ૫૦ મિનિટે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. ચોરીના આ બનાવ અંગે ફોજદાર બી.પી.પાતાણીએ તપાસ આગળ ધપાવી છે.

અન્ય એક ચોરીનો બનાવ લોટસ કોલોનીમાં આવેલ સુફલામ સોસાયટીમા મકાન નં. ૬ માં રહેતો ધારાશાસ્ત્રી એવા નાનજી ખીમજી મેરિયા સવારે ૯ઃ૩૦ વાગે નહાવા ગયા હતા તે દરમ્યાન કોઈ તસ્કરે ઘરમાં આવીને બે ફોન ઉપાડી નાસી ગયા હતા. બનાવ અંગે બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.