ભુજમાં રિક્ષા ચાલક અને ટ્રાફિક પોલીસ વચ્ચે બબાલ - Sandesh
  • Home
  • Bhuj
  • ભુજમાં રિક્ષા ચાલક અને ટ્રાફિક પોલીસ વચ્ચે બબાલ

ભુજમાં રિક્ષા ચાલક અને ટ્રાફિક પોલીસ વચ્ચે બબાલ

 | 2:00 am IST

ભુજ શહેરમાં ટ્રાફિક મામલે હંમેશાં પોલીસ વિવાદમાં રહેતી હોય છે. ત્યારે બુધવારે રિક્ષા ચાલક અને ટ્રાફિક પોલીસ વચ્ચે વાહન અડચણરૃપ પાર્ક કરવા બાબતે બબાલ થઈ હતી અને જોત જોતામાં લોકો એકત્રિત થયા હતા તથા સમગ્ર ઘટનાનો વીડિયો પણ સોશ્યલ મીડિયામાં વાયરલ પણ થયો હતો. અંતે ચાલકને પોલીસ મથકે લઈ જવાયો હતો અને સમાધાન થયો હોવાનંુ સૂત્રોએ જણાવ્યંુ હતું.   મળતી માહિતી અનુસાર બુધવારે સોશ્યલ મીડિયામાં ટ્રાફિક પોલીસ અને રિક્ષા ચાલકો વચ્ચે ઘર્ષણ થતો હોવાનો વીડિયો વાયરલ થયો હતો. આ અંગે તપાસ કરતાં વીડિયો ભુજનો હોવાનંુ જાણવા મળ્યું હતંુ. સલીમ ચાકી નામના રિક્ષા ચાલકને બે પોલીસ અને એક ટીઆરબીએ માર માર્યો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. વીડિયોમાં રિક્ષા ચાલક પોતે કહી રહ્યો છે કે, હંુ મારા ઘરના પેસેન્જર લેવા ઊભો હતો અને પોલીસે મને બોલાવતા હું ભાગ્યો હતો. જેથી પોલીસ તેની પાછળ આવી હતી. તો ટીઆરબી જવાન પણ કહી રહ્યો છે કે, ક્યારનો કહું છું હાલ, હાલતો નથી ત્યારબાદ અન્ય રિક્ષા ચાલકો આવી જતાં બબાલ થઈ રહી છે અને હાથ કેમ ઉપાડયો ? તે વાતને લઈને મામલો ગરમાયો હતો. તો સામે પોલીસે પણ આક્ષેપ કર્યો હતો કે, પગ પરથી રિક્ષા ફરાવીને ચાલક ભાગી રહ્યો હતો. વિરામ હોટલથી ભાગીને જ્યુબિલી સર્કલ થઈ સ્વામિનારાયણ મંદિર સુધી ભાગ્યો હતો અને તેને ઝડપી પાડયો હતો. આ બનાવ સવારે બન્યો હતો જેમાં પ્રકાશ રામાનંદી અને અજયસિંહ જેઠવા તથા ટીઆરબી જવાન ભાવેશ પરમાર ફરજ પર હતા તે દરમ્યાન આ બબાલ સર્જાઈ હતી. અંતે રિક્ષા ચાલક સલીમ ચાકીને ટ્રાફિક પોલીસ મથકે લઈ આવવામાં આવ્યો હતો અને આગેવાનોના માધ્યમથી સમાધાન થયું હોવાનંુ જાણવા મળ્યું હતું.

પોલીસે માર્યોની વાત તદન ખોટી છે.ઃ પીએસઆઈ રાણા  

સમગ્ર બનાવ અંગે સિટી ટ્રાફિક પોલીસના પીએસઆઈ જે. જી. રાણાએ કહ્યું હતું કે, બે ત્રણ દિવસ પૂર્વે એ ચાલકની રિક્ષા ડિટેઈન કરવામાં આવી હતી અને આરટીઓમાં તેને દંડ પણ ભરવો પડયો હતો. આજે રિક્ષા રોડની વચ્ચે રાખતા પોલીસે તેને બોલાવ્યો હતો અને તે ભાગ્યો હતો. તેની વિરુદ્ધ એનસી કેસ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તે ગભરાઈ ગયો હતો જેથી અન્ય લોકો આવી જતાં રાડારાડ કરી હતી તે વાતને ફોજદાર રાણાએ સમર્થન આપ્યું હતંુ.