ભુજમાં હજુ બિનસરકારી શાળાનાં શિક્ષકો ગેરકાયદે ચલાવી રહ્યા છે ટયૂશનનાં હાટડા - Sandesh
  • Home
  • Bhuj
  • ભુજમાં હજુ બિનસરકારી શાળાનાં શિક્ષકો ગેરકાયદે ચલાવી રહ્યા છે ટયૂશનનાં હાટડા

ભુજમાં હજુ બિનસરકારી શાળાનાં શિક્ષકો ગેરકાયદે ચલાવી રહ્યા છે ટયૂશનનાં હાટડા

 | 2:00 am IST

શહેરની અનેક સરકારી ગ્રાંટ લેતી બિનસરકારી શાળાનાં શિક્ષકો ખાનગી ટયૂશન ક્લાસ ચલાવી રહ્યા છે તેની તપાસ શિક્ષણાધિકારી કરે તેવી માગ જાગૃત લોકોએ કરી છે. સરકારી કે બિનસરકારી શાળામાં તગડો પગાર મેળવતા શિક્ષકોને ખાનગી ટયૂશન ક્લાસ ચલાવવા ઉપર પ્રતિબંધ સરકારે લાદ્યો છે અને આ શાળાનાં શિક્ષકો પાસેથી દર વર્ષે સોગંદનામું મેળવીને તેઓ ટયૂશન કરતા નથી તેવું જણાવવામાં આવે છે. સરકારનાં પ્રતિબંધની ઐસી તૈસી કરીને શિક્ષણાધિકારી કચેરીના કેટલાક સ્વાદ ચાખેલા કર્મચારીઓની મહેરબાનીથી ખાનગી ટયૂશન ક્લાસ ચલાવીને દરમાસે પગાર ઉપરાંત લાખો રૃપિયા ઘરભેગા કરી રહ્યા છે. જો જિલ્લા શિક્ષણાધિકારી રાકેશ વ્યાસ શહેરમાં તપાસ કરાવે તો અરિહંતનગર, સંસ્કારનગર, જાદવજીનગર સહિતનાં વિસ્તારોમાં કે જ્યાં ટયૂશનનાં હાટડા ધમધમી રહ્યા છે તે ટયૂશન ક્સાસમાં માતૃછાયા વિદ્યાલય ઉપરાંત વી.ડી.હાઈસ્કૂલનાં શિક્ષકો બાળકોને ટયૂશન આપતા ઝડપાય તેવી શક્યતા લોકોએ વ્યક્ત કરી છે.

ભુજ ઉપરાંત ગાંધીધામ, અંજાર તેમજ માંડવીની પણ કેટલીક બિનસરકારી શાળાનાં શિક્ષકો ગેરકાયદે ટયૂશન ક્લાસ ચલાવીને લાખો રૃપિયાની રોકડી કરી રહ્યા છે ત્યાં પણ તપાસ હાથ ધરવામાં આવે તો કેટલીક ચોંકાવનારી બાબતો ખૂલવા પામે તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે.