In case of malaria, include in the diet. These things help you recover quickly
  • Home
  • Featured
  • મેલેરિયા થવા પર ડાયેટમાં સામેલ કરો આ વસ્તુ, મિનિટોમાં મળશે મદદ

મેલેરિયા થવા પર ડાયેટમાં સામેલ કરો આ વસ્તુ, મિનિટોમાં મળશે મદદ

 | 3:25 pm IST

મેલેરિયા મચ્છરોથી થતી બીમારી છે. સંક્રમતિ મચ્છરના વ્યક્તિને કરડવા પર પરજીવી કિડનીમાં પહોંચે છે. જ્યાં થોડાક દિવસોમાં વધે છે અને બ્લડ સ્ટ્રીમ્સમાંપહોંચીને રેડ બ્લડ સેલ્સને સંક્રમિત કરે છે. બે ત્રણ દિવસમાં આ પરજીવી શરીરમાં ઝડપથી ફેલાય છે. જેના કારણથી સેલ્સ ફૂટવા લાગે છે અને દર્દીની હાલત વધારે ખરાબ થવા લાગે છે. આ સ્થિતિમાં ડોક્ટરની પાસે જલદીથી જલદી પહોંચવું બેસ્ટ ઓપ્શન છે. યોગ્ય દવા તેમજ ઇલાજના સહારે દર્દીની સ્થિતિમાં સુધારો આવે છે અને તે બીમારીમાંથી બહાર આવવામાં સફળ રહે છે.

મેલેરિયાના કારણથી શરીર ખૂબ કમજોર થઇ જાય છે તેમા પોષક તત્વોની ખૂબ ઉણપ થઇ જાય છે. આમ તો મેલેરિયાના દર્દીઓ માટે કોઇ વિશેષ ડાયેટ નથી. પરંતુ કેટલીક વસ્તુઓ ખાવા પર તેમને આ બીમારીથી જલદી સારુ થવામાં મદદ મળે છે.

પાણી પીઓ

દર્દીને પાણી, નારિયેળ પાણી કે જ્યૂસ પીતા રહેવું જોઇએ. જેથી બોડીનું હાઇડ્રેશન યોગ્ય રહે. લિક્વિડ ઇનટેક યોગ્ય હોય તો શરીરમાંથી પરજીવીને બહાર નીકાળવામાં પણ કિડનીને મદદ મળે છે.

ફળ-શાકભાજી

મેલેરિયા પણ દર્દીની ખાવાની ઇચ્છા ખતમ થઇ જાય છે. પરંતુ તેમને ખાવાનું ખાતા રહેવું જોઇએ. તાજા ફળો અને શાકભાજીને ડાયેટમાં સામલે કરો. ગાજર, પપૈયુ, બીટ, નારંગી, લીંબુને ડાયેટમાં સામેલ કરો. જેથી વિટામીન સી અને બી મળશે જે રોગપ્રતિકારક શક્તિને વધારવામાં મદદ કરશે.

કાર્બોહાઇડ્રેટ્સ અને પ્રોટીન

કાર્બોહાઇડ્રેટ્સ અને હાઇ પ્રોટીન ડાયેટ લો. દાળ, ભાત, રોટલી, સ્પ્રાઉટ્સ, દૂધ સહિતને આહારમાં સામેલ કરો. તેનાથી ટિશૂને થયેલા ડેમેજને ઓછા કરવામાં તેમજ તેને સારા કરવામાં મદદ મળે છે.

ચરબીથી બચો

ઘી, તેલ , માખણ, ક્રીમ સહિત જે વધારે ચરબી વાળી વસ્તુઓ છે તેનું માપમાં જ સેવન કરવું જોઇએ. તેના ખાવા પર દર્દીને ઉલ્ટી કે બેચેની થવા લાગે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન