ચીનના જિઆંગસુ પ્રાંતમાં આગ, ૨૨ જીવતા ભુંજાયાં - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • ચીનના જિઆંગસુ પ્રાંતમાં આગ, ૨૨ જીવતા ભુંજાયાં

ચીનના જિઆંગસુ પ્રાંતમાં આગ, ૨૨ જીવતા ભુંજાયાં

 | 7:28 am IST

 

બેઇજિંગ : પૂર્વ ચીનનાં ચાંગશુ શહેરની બે માળની ઇમારતમાં રવિવારે પરોઢિયે આગ ભભૂકી ઊઠતાં ૨૨ વ્યક્તિનાં મૃત્યુ થયાં હતાં. ત્રણ વ્યક્તિ દાઝી ગઈ હતી. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. સ્થાનિક સત્તાવાળાઓએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે સવારે સાડા ચાર વાગ્યાના સુમારે આગ ભભૂકી ઊઠી હતી, આગ બુઝાવી દેવાઈ હતી. ઘટનામાં ૨૨ લોકો માર્યા ગયાં હતાં. આગ લાગવાનાં કારણની તપાસ થઈ રહી છે.  ચીનમાં અવારનવાર આગ લાગવાની  ઘટનાઓ સામાન્ય છે. ચીનની કોલસાની ખાણોમાં વારંવાર ફાટી નીકળતી આગમાં સંખ્યાબંધ લોકો અત્યાર સુધીમાં જીવ ગુમાવી ચૂક્યાં છે.