ચીનમાં વર્ષ ૨૦૧૭માં સોનાનો વપરાશ ૯.૪% વધ્યો - Sandesh

ચીનમાં વર્ષ ૨૦૧૭માં સોનાનો વપરાશ ૯.૪% વધ્યો

 | 1:27 am IST

બુલિયન વોચઃ નલિની પારેખ

વિશ્વ બજારમાં અમેરિકાએ વ્યાજનો દર વધાર્યો છતાં કિંમતી ધાતુમાં સોનાએ સૌથી સારો દેખાવ કર્યો, ભલે તેના ભાવમાં ૧.૪ ટકાનો ઘટાડો નોંધાયો. બ્લૂમ બર્ગના અઠવાડિક રિપોર્ટ અનુસાર છેલ્લા ૪ અઠવાડિયા સુધી વપારીઓ સોનાની તેજીમાં રહ્યા તથા જાન્યુઆરી, ૨૦૧૭ બાદના આવતા પાંચ માસ સોનું સૌથી મોટો ભાવવધારો દાખવશે. ત્યારે ભારત સરકારે સોનાને મિલકતનો દરજ્જો આપીને નવા ગોલ્ડ એક્સ્ચેન્જમાં વેપારને વ્યવસ્થિત નિયંત્રિત બજારમાં પ્રવેશ આપવાનો પ્રયત્ન શરૂ કર્યો છે. આવી પારદર્શકતાથી લોકો બેન્કમાં પોતાની પાસે રહેલા સોનાના જથ્થાની ડિપોઝિટ કરાવીને અમુક મર્યાદિત નક્કી કરેલા વર્ષ માટે ૨.૨૫થી ૨.૫૦ ટકા વાર્ષિક વ્યાજ રળવાની તક આપી છે અને આપશે. અહીં નોંધવું રહ્યું કે, ૨૦૧૭ના વર્ષમાં ચીનના સોનાના વપરાશમાં ૯.૪ ટકાનો વધારો નોંધાયો છે. જે ગયા વર્ષના સોનાના ઘટી ગયેલા વપરાશથી વધુ છે. ૨૦૧૭ના વર્ષમાં ચીનની સોનાની જ્વેલરીની ૧૦.૪ ટકાની વધુ માગ રહી જે ૨૦૧૬ના વર્ષમાં જ્વેલરીની માગમાં ૧૯ ટકાનો ઘટાડો દર્શાવતો હતો. આવા સોનાનો વપરાશ ના વધવાના કારણમાં ચીનના નાના નાના ગામડાં તથા કસ્બામાં લોકોની આવક વધતા લોકોએ સોનાની ખરીદી કરવામાં વધારો કર્યો. ત્યારે બીજી બાજુએ ચીનનો સોનાના ઉત્પાદનમાં ૨૦૧૭ના વર્ષમાં ૬ ટકાનો ઘટાડો ૨૦૦૦ના વર્ષ બાદ પહેલી વાર નોંધાવ્યો હતો. ચીનમાં આ સોનાના ઉત્પાદન ના ઘટવાના કારણમાં એનવિરોનમેન્ટ ટેક્સ તથા સોનાના મૂળ ઉગમ સ્થાનના ટેક્સ વગેરેના વધુ કરભારણને કારણે ઘણી સોનાની ખાણો બંધ કરવાની ફરજ પડી છે. પરિણામે ઉત્પાદન ઘટયું છે. બ્લૂમ બર્ગ જણાવે છે કે, સૌથી માઠી અસર ચાંદી પર પડી છે અને તેના ભાવમાં ૪.૬ ટકા ઘટાડો થયો છે. સોના ફ્યૂચર્સના ભાવો ઘટયા, કારણ કે જાન્યુઆરી માસ રોજગારીનો આંક અમેરિકામાં વધારો થયો ત્યારે વેતનમાં વધારો નોંધાયો. કામદારોની સરેરાશ આવક ૨.૯ ટકા વધી જે ધારણા કરતા ઘણી વધુ રહી. બુધવારે દક્ષિણ આફ્રિકાની સિબાન્ટો ગોલ્ડ લિમિટેડની બેટ્રિક્સની સોનાની ખાણમાં તોફાનને તથા વાવાઝોડાને કારણે વીજળી ગુલ થવાથી ૧,૦૦૦ ખાણિયાઓ રાત્રિ દરમિયાન ખાણમાં સપડાઈ ગયા. ત્યાર બાદ જનરેટર વીજળીનો પાવર આવતા સૌને હેમખેમ ઉગારી શકાયા. તેની પણ ઉત્પાદન પર વિપરીત અસર પડી છે. ઉપરાંત દક્ષિણ આફ્રિકામાં વિશ્વની સૌથી ઊંડી સોનાની ખાણો છે અને તે ખાણો સોમવારથી કાર્યરત થશે તેવી ધારણા મુકાય છે. બીજી બાજુ કોંગોમાં ડેમોક્રેટિક રિપબ્લિક કોંગોની સરકાર દ્વારા છેલ્લી ઘડીએ સોનાની ખાણોના કાયદામાં ફેરફાર કરવાથી દરેક ખાણની કાર્યક્ષમતા પર વિપરીત અસર પડશે તથા કંપનીઓ પર નફા ઉપર ૫૦ ટકા સુપર ટેક્સ ભરવો પડશે તેવા નવા કરભારણે કંપની માટે હાનિકારક પુરવાર થશે. કોંગો વિશ્વનો સૌથી મોટો કોબાલ્ટ ઉત્પાદન કરનાર દેશ છે અને સરકાર રોયલ્ટીરૂપે ૨થી ૧૦ ટકાની રેવન્યૂ વસૂલ કરે છે. ગોલ્ડમેન સાશ ૨૦૦૮ના વર્ષથી દરેક કોમોડિટીમાં તેજી રહેશે તેનો સમર્થક છે તથા આવતા ૧૨ માસમાં તાંબામાં ૧૨ ટકાનો વધારો થશે તેવી આગાહી કરે છે તથા તેનો પુરવઠો આવતાં ૩૦ વર્ષ સુધી એકધારો વધતો રહેશે. ત્યારે ફીડાલીટીના મલ્ટિ એસેટના મેનેજર બિલ મેક્કવેર જણાવે છે કે, સોનામાંનું રોકાણ એક શાણપણ છે અને હાલની અસ્થિર નાણાકીય પરિસ્થિતિમાં તેના બજારમાં સોનું સારી કે માઠી અસરની બહાર રહેશે. ૨૦૧૭ના વર્ષની શરૂઆતથી જ અમેરિકન ડોલરમાં ૧૨ ટકાની નરમાઈ અમેરિકાની પેસેફિક ઈન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ કંપની આ ઠંડા પડેલા ચલણ સામેની લડાઈમાં જીત મેળવે છે. હવે પીમકો ગ્લોબલના આર્થિક સલાહકાર જે. એન. ટ્રેક્સના મતાનુસાર અમેરિકાની વેપારખાધ અમેરિકન ડોલરને નરમ પાડશે. આજકાલ હેજિંગ ફંડો બજારનું જોખમ સમજીને સોનાને વધુ મહત્ત્વ આપશે અને ચીન સોનાની વધુમાં વધુ ખરીદી કરવા લાગશે. ચીનમાં સોનાનો વપરાશ વધ્યો તેના પ્રત્યાઘાતના ભાવો પર પડી શકે.