કોંગ્રેસમાં વિરોધ પક્ષના નેતા બનવા હોડ શરૂ, નિર્ણય હાઈકમાન્ડના હાથમાં - Sandesh
  • Home
  • Ahmedabad
  • કોંગ્રેસમાં વિરોધ પક્ષના નેતા બનવા હોડ શરૂ, નિર્ણય હાઈકમાન્ડના હાથમાં

કોંગ્રેસમાં વિરોધ પક્ષના નેતા બનવા હોડ શરૂ, નિર્ણય હાઈકમાન્ડના હાથમાં

 | 4:30 pm IST

ગુજરાતમાં 14મી વિધાનસભામાં વિરપોધપક્ષના નેતા કોંગ્રેસમાં હોડ શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસના બે સિનિયર ધારાસભ્યોએ આ માટે દાવેદારી કરી છે. ખાસ  કરીને સૌરાષ્ટ્રના અગ્રિમ પંક્તિના નેતા વિક્રમ માડમ અને કુંવરજી બાવળિયાએ વિરોધપક્ષના નેતા બનવા માટે પોતાની દાવેદારી નોંધાવી છે. જો કે પરેશ ધાનાનીનું નામ પણ ચર્ચામાં છે. આ મામલે વિગતો રાહુલ ગાંધીને મોકલી આપવામાં આવી છે. તેઓ યોગ્ય ચર્ચા કરીને આ મામલે નિર્ણય લેશે.

ગુજરાતમાં વિરોધપક્ષના નેતા બનવાની દાવેદારી કોંગ્રેસમાંથી બે સિનિયર ધારાસભ્યોએ કરી હતી. વિક્રમ માડમે કહ્યું હતું કે  વિરોધપક્ષના નેતા તરીકે હું દાવેદાર છું. જ્યારે આ મામલે કુંવરજી બાવળિયાનું કહેવું છે કે સિનિયોરિટીને જોતા તેઓ દાવેદાર છે. તેમણે એમ પણ કહ્યું હતું કે આ મુદ્દે હાઈકમાન્ડ જે  નિર્ણય લેશે તે માન્ય રહેશે.

બે દિવસીય બેઠકમાં વિપક્ષના નેતા અંગે ચર્ચા, ભાજપમાં નારાજગી તેમનો આંતરિક મુદ્દો : અશોક ગેહલોત

ગુજરાતમાં વિરોધ પક્ષના નેતા અંગે કોંગ્રેસ નેતા અશોક ગેહલોતે કહ્યું હતું કે દિલ્હીમાં મળનારી બે દિવસીય બેઠકમાં વિપક્ષના નેતા અંગે ચર્ચા થશે. ધારાસભ્યો સાથે મંથન બાદ આ મામલે નિર્ણય લેવામાં આવશે. આવતીકાલે ગુરુવારે ધારાસભ્યો અને નિરીક્ષકોની બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠકમાં ધારાસભ્ય સાથે વન ટુ વન બેઠક યોજાશે તે પછી આવતીકાલે  વિરોધપક્ષના નેતા અંગે જાહેરાત કરાશે.

Ashok Gehlot

દરમિયાન ગુજરાત ભાજપમાં ચાલી રહેલા કમઠાણ અંગે અશોક ગેહલોતે પૂછાયેલા એક પ્રશ્નનો જવાબ આપતા કહ્યું હતું કે ભાજપમાં નારાજગી એ તેમનો આંતરિક મુદ્દો છે. ભાજપ જેવું વાવશે તેવું લણશે. ગુજરાતની ચૂંટણીમાં ભાજપે કોઈ પ્રજાલક્ષી મુદ્દા ધ્યાને ન રાખ્યા.

કોંગ્રેસની પ્રવર્તમાન સ્થિતિ અંહે ગેહલોતે કહ્યુ કે અમે લોકસભાની ચૂંટણીની તૈયારીઓમાં લાગી ચૂક્યાં છીએ. રાહુલ ગાંધીના નેતૃત્વમાં કાર્યકરોમાં આત્મવિશ્વાસ વધ્યો છે.