કોપરેલમાં સો રૂપિયાનો ઘટાડો, ખાદ્યતેલો સ્થિર - Sandesh
  • Home
  • Business
  • કોપરેલમાં સો રૂપિયાનો ઘટાડો, ખાદ્યતેલો સ્થિર

કોપરેલમાં સો રૂપિયાનો ઘટાડો, ખાદ્યતેલો સ્થિર

 | 2:29 am IST

। રાજકોટ ।

ગઈ કાલે સિંગતેલમાં ડબે રૂપિયા દસનો વધારો થયા બાદ આજે સિંગતેલ સહિત તમામ ખાદ્યતેલના ભાવ સ્થિર રહ્યા હતા. લાંબા સમયથી વિના વધઘટે સ્થિર રહેલું કોપરેલ તેલમાં આજે ડબે રૂ.૧૦૦નો ઘટાડો થયો હતો. ગઈ કાલે ભારતબંધના એલાન બાદ આજે સૌરાષ્ટ્રના તમામ યાર્ડમાં રાબેતા મુજબ કામ ચાલુ થઈ ગયા હતા. ગઈ કાલે તલમાં તેજીનો સંચાર થયા બાદ આજે ભાવ ટકેલા રહ્યા હતા. જયારે એરંડામાં મણે રૂ.૧૦-૧૫નો સુધારો થયો હતો.

તેલબજારમાં ગોંડલ લાઈનમાં લૂઝ સિંગતેલનો ભાવ રૂ. ૮૬૫-૮૭૦ બોલાયો હતો. જયારે રાજકોટ, જામનગર જામખંભાળિયા લાઈનમાં ૮૬૦નો ભાવ બોલાતો હતો આમ છતાં બ્રાન્ડવાળાઓને ખરીદીમાં રસ ન હતો. કપાસિયા વોશમાં રૂ. ૭૭૦-૭૭૩ના ભાવે ૧૦-૧૫ ટેન્કરના કામ હતા. લૂઝ પામોલીનનો ભાવ રૂ.૬૬૬-૬૬૮ અને સોયાબીન તેલ લૂઝનો ભાવ ૭૨૬-૭૨૮ હતો. બજારમાં મીલ પહોંચ જાડી મગફળીનો ભાવ રૂ. ૮૨૦થી ૮૩૦ સુધી બોલાતો હતો. કપાસિયા ખોળનો ભાવ ૫૦ કિલોની બોરીના રૂ.૧૦૦૦થી ૧૩૫૦ હતો. બેસન ચણા, ચણાદાળ, બાસમતી ચોખા, તુવેર દાળના ભાવ સ્થિર હતા.

;