In corona time japanese startup develops internet connected face mask
  • Home
  • Corona live
  • માર્કેટમાં આવશે અદ્યતન ટેક્નોલોજી ધરાવતું માસ્ક, ઈન્ટરનેટ કનેક્શન સાથે ફોન પણ કરી શકશો!

માર્કેટમાં આવશે અદ્યતન ટેક્નોલોજી ધરાવતું માસ્ક, ઈન્ટરનેટ કનેક્શન સાથે ફોન પણ કરી શકશો!

 | 3:06 pm IST

કોરોના વાયરસનો પગપેસારો હવે ગામ ગલી અને શહેરના ખુણા ખુણામાં જોવા મળી રહ્યો છે. દરરોજ કેસો ઝડપથી વધી રહ્યાં છે. આ બીમારીને દૂર રાખવા માટે સોશિયલ ડિસ્ટન્સ અને સ્વચ્છતાં તો છે જ. પરંતુ આ ઉપરાંત બીજી પણ કેટલીક સાવધાનીની એટલી જ જરુર છે. ત્યારે હાલમાં એક સારા ટેક્નોલોજીના સમાચાર આવી રહ્યા છ. જાપાનના એક સ્ટાર્ટઅપે નવું ઈનોવેટિવ ફેસ માસ્ક બનાવ્યું છે. જેને ‘કનેક્ટેડ’ માસ્ક પણ કહેવામાં આવે છે.

‘કનેક્ટેડ’ માસ્ક ઈન્ટરનેટ કનેક્શન સાથે આવે છે. આ સ્માર્ટ ફેસ માસ્ક મેસેજ ટ્રાન્સમિટ, જાપાની ભાષાથી 8 ભાષાઓમાં અનુવાદ અને કોલ કરવા સુધીના કામો કરી શકે છે. આ સ્ટાર્ટઅપનું નામ Donut Robotics છે અને કંપનીએ નવા માસ્કને ‘c-mask’ એવું નામ આપ્યું છે. આ માસ્ક પ્લાસ્ટિકનું બન્યું છે અને એક બ્લૂટૂથ ડિવાઈસ છે. જે સ્માર્ટફોન અને ટેબલેટથી એક એપ્લિકેશન દ્વારા કનેક્ટ થઈ શકે છે. જે પછી આ સ્પીચથી ટેક્સ્ટમાં ટ્રાન્સક્રાઈબ કરી શકે છે.

એક રિપોર્ટ એવો પણ છે કે, આ પહેરનાર માણસનો અવાજ પણ વધારી શકે છે. સી-માસ્કને લોકો પોતાના કાયમી માસ્કની જેમ જ પહેરી શકે છે. ઉલ્લેખનીય છે કે, સી-માસ્કની કિંમત આશરે 40 ડોલર છે. કંપનીની યોજના સપ્ટેમ્બરની શરુઆતમાં જાપાની બજારમાં 5 હજાર માસ્ક ઉપલબ્ધ કરાવવાની છે. આ ઉપરાંત સ્ટાર્ટઅપની યોજના ચીન, યૂરોપ અને અમેરિકામાં પણ આ માસ્કનું વેચાણ કરવાની છે.

આ વીડિયો પણ જુઓ: આણંદ મહિલાઓએ રામધૂન બોલાવી કર્યો વિરોધ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન