ધનંજયની સ્પિન માયાજાળમાં ન્યૂઝીલેન્ડ ફસાયું - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • ધનંજયની સ્પિન માયાજાળમાં ન્યૂઝીલેન્ડ ફસાયું

ધનંજયની સ્પિન માયાજાળમાં ન્યૂઝીલેન્ડ ફસાયું

 | 2:46 am IST

ગાલે  :

શ્રીલંકન સ્પિનર અકિલા ધનંજયે પાંચ વિકેટ ઝડપતા ન્યૂઝીલેન્ડની ટીમ અહીં રમાતી આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની પ્રથમ મેચના પ્રારંભિક દિવસે વરસાદના કારણે રમત બંધ રાખવામાં આવી ત્યારે પાંચ વિકેટે ૨૦૩ રન બનાવી લીધા હતા. અનુભવી રોઝ ટેલરે અણનમ ૮૬ રનની ઇનિંગ્સ રમીને ન્યૂઝીલેન્ડને ૨૦૦ પ્લસના સ્કોર સુધી પહોંચાડવામાં મહત્ત્વની ભૂમિકા અદા કરી હતી. ગયા વર્ષે શંકાસ્પદ બોલિંગ એક્શન અંગે ફરિયાદ કરી રહેલા ધનંજયે નવી એક્શન સાથે બોલિંગ કરી હતી અને તેણે છેલ્લી છ મેચમાં ચોથી વખત પાંચ વિકેટ ઝડપી હતી. ધનંજયે ૨૨ ઓવરમાં ૫૭ રન આપીને ન્યૂઝીલેન્ડની તમામ પાંચેય વિકેટ હાંસલ કરી હતી. ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઓપનર લાથામ (૩૦) તથા રાવલે (૩૩) પ્રથમ વિકેટ માટે ૬૪ રનની ભાગીદારી નોંધાવી હતી.

સુકાની કેન વિલિયમ્સન ખાતું ખોલાવ્યા વિના ધનંજયનો ત્રીજો શિકાર બન્યો હતો. ટેલર અને નિકોલ્સે ચોથી વિકેટ માટે ૧૦૦ રનની ભાગીદારી નોંધાવીને ટીમને સંકટમાંથી ઉગારી હતી. ટેલરે ૧૩૧ બોલનો સામનો કરીને છ બાઉન્ડ્રી ફટકારી હતી. નિકોલ્સે ૭૮ બોલમાં ૪૨ રન બનાવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન