ધાનેરા પોલીસ સ્ટેશનમાં ઘણી બધી તકલીફોનું સર્જન હું કરું છું : PI પાઠક - Sandesh
NIFTY 10,985.85 -22.20  |  SENSEX 36,403.77 +-116.19  |  USD 68.5650 +0.12
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • ધાનેરા પોલીસ સ્ટેશનમાં ઘણી બધી તકલીફોનું સર્જન હું કરું છું : PI પાઠક

ધાનેરા પોલીસ સ્ટેશનમાં ઘણી બધી તકલીફોનું સર્જન હું કરું છું : PI પાઠક

 | 1:33 am IST

અમદાવાદ, તા.૮

ધાનેરાની મિશ્ર પ્રા. શાળામાં છેલ્લા ઘણા સમયથી દીવાલ નિર્માણનું કામ નહીં કરાતા શાળાનું પ્રાંગણ લુખ્ખા અને દારૂડિયા તત્ત્વોનું આશ્રય સ્થાન બની ગયું છે. શાળાના પ્રાંગણમાં દારૂડિયા તત્ત્વો દારૂની બોટલો, બિયરના ટીન અને ખાણીપીણીનો એંઠવાડ એમનો એમ રેઢો મૂકી જતાં રહેતા સવારે શાળાએ અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓને ગંદકી ઉઠાવી સાફસફાઈ આદરવી પડતી હોવાના સચિત્ર અહેવાલ ‘સંદેશ’ દૈનિકની પાટણ બનાસકાંઠા આવૃત્તિમાં પ્રસિદ્ધ થતાં ધૂંધવાયેલા ધાનેરા પોલીસ મથકના પી.આઈ. આર. કે. પાઠકે સંદેશના પત્રકારને મોબાઈલ ફોન ઉપર ધમકાવવાનો પ્રયાસ કરી ધાનેરા પોલીસ મથકમાં પોતે મુશ્કેલી સર્જી શકે છેની વાત કરી હતી.   ધાનેરા પોલીસ રજૂઆતો પ્રતિ કોઈ જ આકરાં પગલાં ભરતી ન હોવાથી શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોની હાલત કફોડી બની છે. ધાનેરા પોલીસના નમાલાપણાથી અહીં દારૂડિયા અને લુખ્ખા તત્ત્વો બેફામ બન્યા હોવાની વ્યાપક ફરિયાદો ઊઠવા પામી છે.

બનાસકાંઠા SPએ કહ્યું મિટિંગમાં છું

બનાસકાંઠા એસ.પી. નિરજ બડગુજરનો ટેલિફોનિક સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ બડગુજરે મીટીંગમાં વ્યસ્ત હોવાનું કહી ફોન કટ કરી દીધો હતો.

શાળાના આચાર્યે ત્રણ ત્રણ વાર રજૂઆત કરી

મિશ્ર પ્રા. શાળા નં. ૧માં દારૂની મહેફીલો ઉપરાંત શાળાની દીવાલો ઉપર દોરેલા ચિત્રોમાં પણ બીભત્સ લખાણો કરી નુકસાન પહોંચાડતા હોવાની ધાનેરા પોલીસ મથકે એક નહીં ત્રણ ત્રણ વખત લેખિત રજૂઆત કરી છે પરંતુ પોલીસ દ્વારા કોઈ જ પગલાં ભરાયા ન હોવાની ફરિયાદ કરી હતી.

ધાનેરા PI આર.કે. પાઠકે ફોન ઉપર કરેલી વાતચીત

૫ત્રકાર : હેલ્લો

PI : (હેલ્લો બોલ્યા વગર જ) તમે પોલીસને સર્ટીફીકેટ આપો છો તે સારું નથી

૫ત્રકાર : મારા જમાઈ સિરીયસ છે એટલે હુ હોસ્પિટલમાં છુ, તમને થોડીવારમાં બહાર નિકળીને ફોન કરૂ છુ.

PI : ફોન કરો પછી યાર, તમે પોલીસને સર્ટીફીકેટ આપી રહ્યા છો તે સારા સર્ટીફીકેટ નથી, સર્ટીફીકેટ પોલીસ ઈશ્યુ કરતી હોય છે પછી.

૫ત્રકાર : જી સાહેબ.

PI : હે.. ને.. અમે સર્ટીફીકેટ આપી શું તો તમારા ચશ્માના નંબર વધી જશે, તકલીફ પડશે.

૫ત્રકાર : એવુ છે ?

PI : તમે ડાયરેક્ટ લખી દીધુ છે !……. પોલીસ તંત્રના પાપે ? એટલે ? અમે પાપ શરૂ કર્યા તો પછી મઝા નહી આવે, ઘણાબધાના પાપ અમે ખોલી દેશું હે.. ને..

૫ત્રકાર : જી સાહેબ.

PI : આવું લખતા પછી બધા સંબધો વિચારવાના રહેશે, પોલીસ સ્ટેશન કંપાઉન્ડમાં ઘણીબધી તકલીફો સર્જાતી હોય છે,…… અમે લખી દેશું તો તમને તકલીફ પડશે પછી. એટલે અમારા પાપ અને પુણ્યનું સર્ટીફીકેટ તમે આપો નહી, બરાબર છે ? કંઈ થતું હોય તો અમને ઈન્ફોર્મ કરો અમે કામ કરીએ છીએ. બરાબર છે ? બાકી તમે છાપામાં લખી દયો પોલીસ તંત્રના પાપે એટલે આખા તંત્રનું તમે સર્ટીફીકેટ આપશો ?

૫ત્રકાર : હહહમમમ..

PI : તો પછી સારૂ નથી હોતું, હું એ જ કહુ છું અમુક ભૂલ અમારી હોય તો, અમુક ભૂલ તમારી પણ હોય છે. અમે તમને સમજતા હોયએ છીએ પછી…

૫ત્રકાર : જી સાહેબ.

PI : હા, અમે સમજવાનું છોડી દીધુને તો ધાનેરા પોલીસ સ્ટેશનમાં ઘણીબધી તકલીફોનું સર્જન હું કરું છુ.

;