ડ્રોઈંગ રૂમમાં રાખો સકારાત્મક પેઈન્ટિંગ, આવશે સારા વિચારો - Sandesh
  • Home
  • Astrology
  • ડ્રોઈંગ રૂમમાં રાખો સકારાત્મક પેઈન્ટિંગ, આવશે સારા વિચારો

ડ્રોઈંગ રૂમમાં રાખો સકારાત્મક પેઈન્ટિંગ, આવશે સારા વિચારો

 | 8:32 pm IST

સ્વાગત-કક્ષમાં મોટા વોલપેપર કે પેઈન્ટિંગને પણ સમાન મહત્ત્વ વાસ્તુશાસ્ત્રમાં આપવામાં આવ્યું છે, પરંતુ ખ્યાલ એ રાખવાનો કે આવા ચિત્રો-દ્રશ્યો સકારાત્મક (Positive) ઊર્જા ઉત્પન્ન કરતા હોય. જેમકે સવારના ઊગતાં ‘સૂર્ય’નું ચિત્ર, હલકા કેસરી કલરના શેડવાળું ચિત્ર, આંખને ઠંડક આપતી હરિયાળી-વનસ્પતિ વગેરેના પેઈન્ટિંગ દક્ષિણ-પૂર્વની દીવાલ પર રૂમમાં ઊર્જાપ્રેરક બની રહે છે.

સ્વાગત-કક્ષ એટલે કે ડ્રોઈંગરૂમમાં શક્ય હોય તો સાચા ફૂલ રાખેલી ‘ફૂલદાની’ ‘પૂર્વ-ઉત્તર’ ખૂણામાં રાખી શકાય. આ ખૂણામાં નાનો ફુવારો (૩ લિટર પાણી રહે તેવો) પણ મૂકી શકાય. આના સિવાય અન્ય કોઈ વજનદાર વસ્તુ રાખવાની વાસ્તુશાસ્ત્ર મનાઈ ફરમાવે છે. આ ખૂણામાં વજનદાર કબાટ-ટેબલના પાયા સ્પર્શ કરે અથવા દીવાલનાં આ ખૂણાને અડેલા હશે તો – માથાના દુઃખાવા, યાદશક્તિ કે માનસિક બીમારીના પ્રશ્નો વધુ રહેવા પામશે. તે જ રીતે સ્વાગત-કક્ષમાં શક્ય હોય ત્યાં સુધી પારદર્શક કાચનું ર્ફિનચર-ટિપાઈ-ટેબલ વગેરે પણ સારું નથી ગણાતું. તેના બદલે તેવા કાચ પર કલર ફીલ્મ કે કલરવાળો કાચ વાપરી શકાય તો કેટલાક અંશે તેવી છૂટ આપી શકાય. તે જ પ્રમાણે ગોળાકાર કે અંડાકાર ટેબલ કે સેન્ટર ટિપાઈ ન રાખતા, તેના બદલે લંબચોરસ કે ચોરસ આકારની પસંદગી કરવી વધુ ફાયદાકારક રહે છે.

ડ્રોઈંગરૂમ અને ડાયનિંગરૂમ સાથે જ હોય તો
‘પશ્ચિમ-દક્ષિણ’ ખૂણામાં પણ બહુ ભારે કબાટ-મશીનરી-ટેબલ વગેરે ભીંતથી થોડે દૂર રાખવા, જેથી વાસ્તુના પ્રશ્નોનો સામનો કરવાનો વારો નહીં આવે. કારણકે આ ખૂણો જો અતિશય ભારે વસ્તુઓના સ્પર્શથી ઘેરાઈ જશે તો, ઘરના વડીલ સભ્યોને ઢીંચણથી પાની સુધીના ભાગમાં વધુ પડતાં દુઃખાવાના પ્રશ્નો તથા સર્જિકલ બીમારી ઊભી થવાની શક્યતા સમાયેલી છે.

સ્વાગત-કક્ષમાં આરામદાયક બેઠક-વ્યવસ્થા અને સ્વચ્છ-સુંદર ડેકોરેશન તથા અવાજ ન કરતા હોય તેવા પંખા કે એરકુલર મહેમાનોને શાંતિ બક્ષે છે. અચાનક આવેલા કે જાણ કરીને આવેલા મહેમાનથી હેરાન થવાને બદલે તેમના રોકાવાના સમય ઉપરાંત સારી રીતે વિદાય આપવાની વ્યવસ્થા પોતે જ ઘરમાં લક્ષ્મીને નિવાસ કરવા પ્રેરે છે, તેથી જ અતિથી ને દેવ-સમાન ગણવાની વિચારસરણી અસ્તિત્વમાં છે. સંતોષની માત્રા સાથે વિદાય લેતા મહેમાનથી ઉભય પક્ષે શાંતિ બક્ષે છે.

સ્વાગત-કક્ષમાં ઘરનાં મુખ્ય વ્યક્તિની બેઠક-વ્યવસ્થા, તેમનું મુખ પૂર્વ કે ઉત્તરમાં રહે તે રીતે ગોઠવવી જોઈએ. મુખ્ય રૂમમાં એરકંડિશન લગાવવું હોય તો પશ્ચિમ અથવા ઉત્તર-પશ્ચિમ દિશામાં ફિટ કરાવવું જોઈએ. તેમજ ટેલિવિઝન રાખવું હોય તો “દક્ષિણ-પૂર્વ” ખૂણામાં-દિશામાં ફિટ કરાવવું સારું ગણવામાં આવે છે.

ઘરની દીવાલો પર લગાવવામાં આવતો રંગ પણ ઘરનાં મુખ્ય વ્યક્તિ અને નિવાસ કરતાં સભ્યોમાં વિચારસરણી અને કાર્યપદ્ધતિને સીધું સ્પર્શ કરનારું તત્ત્વ છે. જેમકે હલકો પીળો રંગ શુભ પણ માનવામાં આવે છે, તથા માનસિક ગતિ-વિચારોને ઝડપી બનાવે છે.