Let me tell you that for the first time this show was telecast in 2015.
  • Home
  • Entertainment
  • Bollywood
  • શુ બંધ થશે આ એકતા કપૂરનો ખુબજ લોકપ્રીય ટીવી શો નાગિન-3?

શુ બંધ થશે આ એકતા કપૂરનો ખુબજ લોકપ્રીય ટીવી શો નાગિન-3?

 | 2:28 pm IST

ટીવી પરદા પર ખુબજ લોકપ્રિય થયેલ નાગિન-3 ટીઆરપી ચાર્ટમાં ખુબજ હોટ હોવા છતા ટુ્ંક સમયમાં ઓફ એર થઈ જશે. રિપોર્ટસ અનુસાર આ શોને રિપ્લેશ કરવા નવૂ સિરીયલ તૈયાર છે. જો કે આ શો બંધ કરવાનું સાચુ કારણ હજુ સુધી સામે નથી આવ્યુ. આટલી લોકપ્રિય અને સફળ રહ્યો હોવા છતા આ શો કેમ બંધ કરવામાં આવી રહ્યો છે તે હજુ સ્પષ્ટ કહેવામાં આવ્યુ નથી.

નાગિન-3માં હોરર સાથે ખુબસુરત અંદાજમાં નજર આવનાર અનીતા હંસનંદાની, સુરભી, જ્યોતિ, કરિશ્મા તન્નાને હવે તેના પ્રશંસકો નાગિન અવતારમાં નહી જોઈ શકે. રિપોર્ટ્સ અનુસાર વિવેક દહિયાનો નવો શો ક્વીઝ 2 રિપ્લેશ કરવા જઈ રહ્યા છે. સમાચાર અનુસાર નાગિન-3નો છેલ્લો એપેસિડ 12 ફેબ્રુઆરીએ શુટ કરવામાં આવશે. આવામાં ફેબ્રુઆરીમાં આ છેલ્લો હપ્તો હશે.

આપને જણાવી દઈએ કે પહેલીવાર આ શો 2015માં ટેલીકાસ્ટ થયો હતો. ફેન્સને આ સિરિટલ માટે જબરદસ્ત રિસ્પોન્સ મળ્યો હતો. આના કારણે આ સિરિયલની કેટલીયે સિઝન આવી. પહેલી સિઝનમાં મૌનીરાય અને અદા ખાને કામ કર્યુ બંનેને આ શો પછી ખુબજ લોકપ્રિયતા મળી. શોમાં હંમેશા ફેન્સની વચ્ચે પોતાની અલગ જગ્યા બનાવી મોટા પ્રમાણમાંને ઘરે ઘરે લોકોએ આ શો જોયો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન