first decision of modi hikes scholarship amount of national defence child
  • Home
  • Election 2019
  • મોદી સરકાર એક્શન મોડમાં, પહેલી જ બેઠકમાં શહિદોને લઈને લીધો મહત્વનો નિર્ણય

મોદી સરકાર એક્શન મોડમાં, પહેલી જ બેઠકમાં શહિદોને લઈને લીધો મહત્વનો નિર્ણય

 | 6:22 pm IST

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી સરકારનો પહેલો નિર્ણય સંભળાવી દીધો છે. જેની જાણકારી તેણે ટ્વિટર પર આપી છે તેમણે એક video પોસ્ટ કરીને આ જાણકારી આપી છે. મોદીએ ટ્વિટ કરીને જાણકારી આપી કે અમારો પહેલો નિર્ણય ભારતની રક્ષા કરનાર સૈનિકોના નામે છે. અમારી સરકારનો પહેલો જ નિર્ણય દેશની સેવા કરનાર આપણા જવાનોને સમર્પિત છે. પહેલા જ નિર્ણયમાં રાષ્ટ્રીય રક્ષા કોષ દ્વારા પ્રધાનમંત્રી શિષ્યવૃતિ યોજનામાં મોટો બદલાવ કર્યો છે.

અત્યાર સુધીમાં આંતકી, માઓવાદી હુમલામાં કે પછી શહિદ જવાનોનાં બાળક હોય તો એમની શિષ્યવૃતિમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. આ રીતે રાષ્ટ્રીય સુરક્ષાનો પ્રચાર કરતી ભાજપ પાર્ટીએ આ વખતે નિર્ણયમાં પણ પહેલું મહત્વ રાષ્ટ્રીય સુરક્ષાને જ આપ્યું છે.

પ્રધાનમંત્રી મોદીએ નેશનલ ડિફેન્સ ફંડ દ્વારા પ્રધાનમંત્રી શિષ્યવૃતિ યોજનામાં મોટો ફેરફાર કરવાની મંજુરી આપી છે. આ સ્કોલરશીપ શહીદોનાં બાળકોને આપવામાં આવે છે. પ્રધાનમંત્રીએ સ્લોરશીપમાં 2000થી 2500(છોકરા) અને 2250 થી 3000 (છોકરી)ઓ માટે કરવાની મંજુરી આપી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન