In fuel the government's daily revenue increased by Rs 16 crore and monthly revenue by Rs 411 crore in a single year
  • Home
  • Ahmedabad
  • ઈંધણમાં એક જ વર્ષમાં સરકારની દૈનિક આવકમાં 16 કરોડનો, માસિક આવકમાં 411 કરોડનો વધારો

ઈંધણમાં એક જ વર્ષમાં સરકારની દૈનિક આવકમાં 16 કરોડનો, માસિક આવકમાં 411 કરોડનો વધારો

 | 8:25 am IST
  • Share

  • ભાવ વધારાની આગમાં સામાન્ય લોકો દાઝયા, પણ રાજ્ય સરકારને શાતા મળી !
  • ગુજરાત સરકારને પેટ્રોલ-ડીઝલ પરના વેટથી વર્ષે 500 કરોડથી વધુ આવક થશે

પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધારાના કારણે દિવાળી પહેલાં જ હોળી સર્જાઈ છે. અમદાવાદમાં પેટ્રોલના ભાવ રૂ.100ને આંબી ગયા હતા. જેના કારણે મધ્યમવર્ગનો ખો નીકળી જશે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારાના કારણે સરકારને છેલ્લા એક વર્ષમાં તેના પર લેવાતા વેટની આવકમાંથી રોજ કુલ 16 કરોડની આવક થાય છે.

2020માં પેટ્રોલના વેચાણમાંથી સરકારને વેટની 20.1 ટકા લેખે દૈનિક 8 કરોડ 71 લાખની આવક થતી હતી. પરંતુ કોરોનાની ત્રીજી લહેર નહીં આવતા 2021માં વેચાણ વધતા સરકારની આવક વધીને 13 કરોડ 72 લાખે પહોંચી ગઈ છે.

હજુ વધારો થશે તેવું માનવામાં આવે તો સરકારને મહિને 411 કરોડ અને વર્ષે 500 કરોડથી વધુની આવક થશે તેવો અંદાજ મુકાય રહ્યો છે. હજુ સરકારને 4 ટકા સેસ પેટે જે આવક થાય તે અલગ. હજુ એક્સાઈઝ પેટે કેન્દ્ર સરકાર પેટ્રોલમાં રૂ.32 અને ડીઝલમાં રૂ.31 લઈ જાય તે અલગ. ડીઝલના વેચાણથી સરકારને 20.2 ટકા લેખે વેટની આવક દૈનિક 18 કરોડ 72 લાખ આવક થતી હતી.

2021માં વેચાણ વધતા વેટની આવકમાં વધારો થતા 27 કરોડ 44 લાખે આવક પહોંચી છે. જો આમાં વધારો ગણવામાં આવે તો સરકારને મહિને 823 કરોડ અને વર્ષે 1,000 કરતા વધુની આવક થાય.

પેટ્રોલની આવકમાં વધારો (દૈનિક)
પેટ્રોલનું વેચાણ   2020માં વેટની આવક 2020માં પેટ્રોલનું વેચાણ 2021માં વેટની આવક 2021માં કેટલો વધારો
72,36,000 લીટર 8 કરોડ 71 લાખ 82 લાખ લીટર 13 કરોડ 72 લાખ 7.33 કરોડ
ડીઝલની આવકમાં વધારો (દૈનિક)
ડીઝલનું વેચાણ 2020માં વેટની આવક 2020માં ડીઝલનું વેચાણ 2021માં વેટની આવક 2021માં કેટલો વધારો
147 લાખ લીટર 18 કરોડ 72 લાખ 166 લાખ લીટર 27 કરોડ 44 લાખ  8 કરોડ 71 લાખ

          

                             

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો