સોનામાં શોર્ટ પોઝિશન લઈ શકાય, ઘટાડે 43-44 હજારની રેન્જ સંભવ   – Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Business @ Sandesh
  • સોનામાં શોર્ટ પોઝિશન લઈ શકાય, ઘટાડે 43-44 હજારની રેન્જ સંભવ  

સોનામાં શોર્ટ પોઝિશન લઈ શકાય, ઘટાડે 43-44 હજારની રેન્જ સંભવ  

 | 12:11 am IST
  • Share

સોનામાં સતત ચોથા સપ્તાહે ઘટાડો જોવા મળ્યો હતો. તેણે એક ટકાનો ઘટાડો નોંધાવ્યો હતો. ચાંદીમાં બીજા સપ્તાહે નરમાઈ જોવા મળી હતી અને તે ૨.૫૪ ટકાનો તીવ્ર ઘટાડો દર્શાવતી હતી. ક્રૂડમાં ૭.૧૨ ટકાનો તીવ્ર સુધારો જોવા મળ્યો હતો. કોપરમાં પણ તેજી જળવાઇ હતી અને તેમાં ૧.૫૫ ટકાનો સુધારો જોવા મળ્યો હતો. નેચરલ ગેસ ૭.૨૫ ટકા ઘટી બંધ રહ્યો હતો.

સોનું: એમસીએક્સ ગોલ્ડ એપ્રિલ વાયદો રૂ. ૪૫,૭૩૬ પર બંધ આવ્યો હતો. તે રૂ. ૪૬૧ના ઘટાડે બંધ રહ્યું હતું. સોનામાં રૂ ૪૬,૯૮૫ની ટોપ જ્યારે રૂ. ૪૫,૬૧૧નું તળિયું જોવા મળ્યું હતું. ગોલ્ડમાં રૂ. ૪૬,૦૦૦નો મહત્ત્વનો સપોર્ટ તૂટયો હોવાથી ઘટાડો તીવ્ર બની શકે છે. નીચામાં રૂ. ૪૫,૦૦૦ અને ત્યારબાદ રૂ ૪૨,૮૦૦ સુધીના સ્તરો પણ જોવા મળી શકે છે. ટ્રેડર્સ રૂ. ૪૭,૦૦૦ના સ્ટોપલોસથી શોર્ટ પોઝિશન બનાવી શકે છે.

ચાંદીઃ એમસીએક્સ માર્ચ વાયદો રૂ. ૬૭,૨૬૧ પર બંધ આવ્યો હતો. તેણે સપ્તાહ દરમિયાન રૂ. ૧,૭૫૧નો ઘટાડો દર્શાવ્યો હતો. ચાંદીએ રૂ. ૭૦,૬૯૯ની ટોપ અને રૂ. ૬૬,૫૦૫નું બોટમ દર્શાવ્યું હતું. ચાંદીએ હજુ મહત્ત્વના સપોર્ટ જાળવ્યાં છે. જ્યાં સુધી તે રૂ. ૬૫,૦૦૦ પર ટ્રેડ થાય ત્યાં સુધી શોર્ટથી દૂર રહેવું જોઈએ. જોકે હાઇ રિસ્ક ટ્રેડર રૂ. ૭૦,૮૦૦ના સ્ટોપલોસથી શોર્ટ પોઝિશન લઈ શકે છે. જેનું ટાર્ગેટ રૂ. ૬૬,૦૦૦ અને રૂ. ૬૫,૨૦૦નું રહેશે.

ક્રૂડઃ એમસીએક્સ માર્ચ વાયદો રૂ. ૪,૬૦૪ પર બંધ આવ્યો હતો. સપ્તાહ દરમિયાન તેણે રૂ. ૩૦૬નો તીવ્ર સુધારો નોંધાવ્યો હતો. ક્રૂડમાં એક સપ્તાહના નાના કરેક્શન બાદ ફ્રી તેજીનો ટ્રેન્ડ જોવા મળ્યો હતો. ક્રૂડમાં હવે રૂ. ૪,૬૬૦નો મોટો અવરોધ છે. રિસ્કી ટ્રેડર્સ રૂ. ૪,૭૦૦ના સ્ટોપલોસથી શોર્ટ પોઝિશન બનાવી શકે છે. જેના ટાર્ગેટ્સ રૂ. ૪,૫૫૦ અને રૂ. ૪,૪૭૦ના રહેશે. ક્રૂડમાં ઓવરઓલ ટ્રેડ મજબૂત છે. તેને ધ્યાનમાં રાખીને ઊંચો રિસ્ક એપેટાઇટ ધરાવતાં ટ્રેડર્સે જ આ સ્ટ્રેટેજી અપનાવવી જોઈએ.

કોપરઃ કોપરમાં માર્ચ વાયદો ગયા સપ્તાહે તેની રૂ. ૭૩૭ની લાઇફ હાઇ બનાવીને રૂ. ૭૦૨.૯૫ પર બંધ રહ્યો હતો. સરવાળે જોકે તેણે રૂ. ૧૦.૭૦ની તેજી દર્શાવી હતી. કોમોડિટીમાં એપ્રિલ ૨૦૨૦થી સતત તેજી જોવા મળી રહી છે. હજુ પણ લોંગ ટર્મ ટ્રેન્ડ ખરીદીનો જ છે. જ્યાં સુધી કોપર રૂ. ૬૮૦ની નીચે ટ્રેડ ના કરે ત્યાં સુધી ટ્રેડર્સને શોર્ટ પોઝિશન બનાવવાની સલાહ નથી.

નેચરલ ગેસઃ કોમોડિટીમાં માર્ચ વાયદો રૂ. ૨૦૫.૯૦ પર બંધ રહ્યો હતો. તેણે ૧૬.૧૦નો ઘટાડો નોંધાવ્યો હતો. ચાર સપ્તાહની તેજી બાદ અમે કહ્યું હતું એમ શૂટિંગ સ્ટાર પેટર્ન કામ કરી ગઈ હતી અને ગેસે રૂ. ૧૯૯નું તળિયું બનાવ્યું હતું. એક વોલેટાઇલ કોમોડિટીને જોતાં હાલમાં વેઇટ એન્ડ વોચ રહેવું જોઈએ. રૂ. ૧૯૯નું સ્તર તૂટે તો જ શોર્ટ પોઝિશન બનાવવી જોઈએ. જેનું ટાર્ગેટ રૂ. ૧૯૩ અને રૂ. ૧૮૫નું રહેશે. ટ્રેડર્સે રૂ. ૨૧૧ના ચુસ્ત સ્ટોપલોસનું પાલન કરવાનું રહેશે.

(એમડી, આપકા ઈન્વેસ્ટમેન્ટ)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન