"તારા પતિમાં દમ નથી, તુ મારી પાસે આવી જા ખુશ થઇ જઇશ" - Sandesh
  • Home
  • Ahmedabad
  • “તારા પતિમાં દમ નથી, તુ મારી પાસે આવી જા ખુશ થઇ જઇશ”

“તારા પતિમાં દમ નથી, તુ મારી પાસે આવી જા ખુશ થઇ જઇશ”

 | 9:59 pm IST

મહિલાઓની સુરક્ષાની વાતો કરવામાં ગૃહ વિભાગ અવ્વલ આવે છે પરંતુ મહિલાઓની સુરક્ષા તેમના ઘર પાસે પણ થતી ન હોવાની વાતને નકારી શકાય તેમ નથી. ગોમતીપુરમાં રહેતા માથાભારે શખસે પરિણીતાને શારિરીક અડપલા કરી છેલ્લા ત્રણ મહિનાથી આંખોથી ઇશારો કરતો હતો. આ શખસ એટલી હદે પરિણીતાને પરેશાન કરવા લાગ્યો કે, તેને કહેવા લાગ્યો કે, તારા પતિમાં દમ નથી, તો મારી પાસે આવી જા ખુશ થઇ જઇશ. તેવી રીતે ઉચ્ચારણો કરી પરિણીતાને પરેશાન કરતા ગોમતીપુર પોલીસે ફરિયાદ લીધી હતી. આરોપી માથાભારે હોવા છતાં પણ હજુ સુધી પકડાયો ન હતો.

ગોમતીપુર વિસ્તારમાં આવેલી એક ચાલીમાં ૩૫ વર્ષીય પરિણીતા પરિવાર સાથે રહે છે. છેલ્લા ૩ માસથી અબ્દુલ રસીદ નામનો શખસ પરિણીતાને પરેશાન કરી રહ્યો છે. પરિણીતાના પતિ અશક્ત હોવાથી પરિણીતા પોતે પણ સાથે કામ કરી પરિવારની મદદ કરતી હોવાથી તેની મજબુરીનો લાભ લઇ અબ્દુલ પરેશાન કરવા લાગ્યો હતો.

અબ્દુલ મહિલાને આંખોથી ઇશારા કરતો અને ચેનચાળા કરતો હતો અને કહેતો તારા પતિમાં દમ નથી તુ મારી પાસે આળી જા હું તને ખુશ કરી દઇશ, મારી સાથે ફિલ્મ જોવા આવ તેમ કહી અવાર નવાર પરેશાન કરતો હતો. આવતા જતા મહિલાને વારંવાર શારિરીક અડપલા કરતો અને પરેશાન કરતો હતો. પરિણીતા સાથે શારિરીક સબંધો બાંધવા માંગણી કરતો હતો. આખરે કંટાળી મહિલાએ ગોમતીપુર પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી. મહિલાની ફરિયાદ છતાં ગોમતીપુર પોલીસ આરોપીને પકડી શકી નથી.