ગોંડલમાં સગી માતાએ પુત્રીને સેક્સની પાડી ફરજ, સગર્ભા પુત્રીને મુકીને માતા પ્રેમી સાથે થઈ ગઈ પલાયન - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • ગોંડલમાં સગી માતાએ પુત્રીને સેક્સની પાડી ફરજ, સગર્ભા પુત્રીને મુકીને માતા પ્રેમી સાથે થઈ ગઈ પલાયન

ગોંડલમાં સગી માતાએ પુત્રીને સેક્સની પાડી ફરજ, સગર્ભા પુત્રીને મુકીને માતા પ્રેમી સાથે થઈ ગઈ પલાયન

 | 5:16 pm IST
  • Share

ગોંડલ: ગોંડલ તાલુકાના પાટખિલોરી ગામે પોતાની માતા સાથે રહેતી 15 વર્ષની સગીરાને સગી માતાએ પોતાના પ્રેમીના મિત્ર સાથે સેક્સ માણવાની ફરજ પાડી હતી. આ સંબંધના કારણે સગીરા સગર્ભા થઈ જતાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. તેના પગલે માતા, તેનો બળાત્કારી પ્રેમી એમ બંને જણાં ફરાર થઈ ગયાં છે.

સગી માતાએ કરેલા આ અપકૃત્યના કારણે સગીરાની જનેતા માતા સામે ફીટકારની લાગણી વ્યાપી ગઈ છે. પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ 15 વર્ષની સગીરા નિશા પર(નામ બદલ્યું છે) ચોટીલાના ચોરવાડ ગામના શંકર રતન ઠાકોર નામના શખ્સે વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો. શંકર ઠાકોર નિશાની માતાનો પ્રેમી છે.

નિશા પર બે માસ પહેલાં શંકરે વારંવાર બળાત્કાર ગુજારતાં ગર્ભવતી બની હતી. સગી માતાએ નિશાને શંકર ઠાકોરના હવસનો શિકાર બનાવી હોવાની વિગતો બહાર આવી હતી. નિશાની માતા અને શંકર ઠાકોર વચ્ચે પ્રેમ સંબંધો હોવાથી નિશાની માતાએ તેને ખુશ કરવા પુત્રીને પણ શારીરિક સંબંધોની ફરજ પાડી હતી.

પોલીસે દુષ્કર્મનો ભોગ બનેલી નિશાની ફરિયાદ લઈને દુષ્કર્મ આચરનાર શંકર ઠાકોર, તેમને મદદગારી કરનાર માતા સામે ગુનો નોંધી દયાને મેડિકલ ચેકઅપ માટે મોકલી આપી તપાસ હાથ ધરી છે. પુત્રીને હવસનો શિકાર બનાવનાર નિશાની માતા પોતાના પ્રેમી સાથે ફરાર થઈ જતાં તેમને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન