In ground of football match saved falling cat see viral video
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ફૂટબોલના મેદાનમાં હવામાં જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાતી બિલાડીને દર્શકે આ રીતે બચાવી – Video

ફૂટબોલના મેદાનમાં હવામાં જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાતી બિલાડીને દર્શકે આ રીતે બચાવી – Video

 | 11:32 am IST
  • Share

સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે, જ્યાં દરરોજ કોઈ ને કોઈ વીડિયો વાયરલ થાય છે. જેમા કેટલાક વીડિયો રમુજી તો કેટલાક હૃદયસ્પર્શી હોય છે. હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં બતાવવામાં આવી રહ્યું છે કે એક બિલાડી ફૂટબોલ સ્ટેડિયમમાં જીવન અને મરણની લડાઈ લડી રહી હતી, આખું સ્ટેડિયમ ફૂટબોલ મેચ છોડીને તેને બચાવવા લાગ્યું હતું. જે આ વીડિયોમાં જોઇ શકો છો.

આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે સ્ટેડિયમની છત પર અચાનક એક બિલાડી આવી જાય છે. આવી સ્થિતિમાં બિલાડીને બચાવવા માટે લોકો પરેશાન થઈ જાય છે. બિલાડી લટકી રહી છે. લોકો હાથ આપવાનો પ્રયત્ન પણ કરે છે, પણ હાથ બિલાડી સુધી પહોંચતો નથી. આવી સ્થિતિમાં, બિલાડી થાકી જાય છે અને નીચે પડી જાય છે, પરંતુ નીચે ઉભેલા લોકો તેને બચાવી લે છે. આ જોયા પછી, સમગ્ર સ્ટેડિયમમાં ભારે તાળીઓના ગડગડાટ સંભળાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન