રાજ્યમાં વાતાવરણનો બદલાયો મિજાજ, પવન સાથે ઉડી ધૂળની ડમરીઓ - Sandesh
  • Home
  • Featured
  • રાજ્યમાં વાતાવરણનો બદલાયો મિજાજ, પવન સાથે ઉડી ધૂળની ડમરીઓ

રાજ્યમાં વાતાવરણનો બદલાયો મિજાજ, પવન સાથે ઉડી ધૂળની ડમરીઓ

 | 6:15 pm IST

અમદાવાદ સહિત રાજ્યનાં કેટલાક વિસ્તારમાં વાતાવરણમાં અચાનક પલટો થયો છે. અમદાવાદમા ધૂળિયું વાતાવરણ છવાઇ ગયું છે. પવન સાથે અમદાવાદમાં ધૂળની ડમરીઓ ઉડી રહી છે. જોરદાર પવન અને ધૂળની ડમરીઓને કારણે વાતાવરણમાં બદલાવ આવ્યો છે. અમદાવાદમાં ગરમીનો પારો 42ને પાર છે.

અતિશય ગરમીનાં કારણે રસ્તાઓ સૂમસામ જોવા મળ્યા હતા. તો આગામી 24 કલાકમાં આંધી અને વરસાદ આવવાની સંભાવનાં પણ કરવામાં આવી છે. વાતાવરણમાં બદલાવ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે જોવા મળ્યો છે. તો રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ચક્રવાતની સ્થિતિ સર્જાઇ છે. વાતરવણમાં આવેલા આ બદલાવની અસર દિલ્હી-NCR સહિત અન્ય રાજ્યોમાં પણ થશે.

સંભાવના છે કે કલાકનાં 80થી 100 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે. આગામી 3 દિવસ સુધી આ અસર રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન