વાળમાં તેલ લગાવતી વખતે આ ભૂલો ક્યારેય ન કરવી   - Sandesh
  • Home
  • Health & Fitness
  • વાળમાં તેલ લગાવતી વખતે આ ભૂલો ક્યારેય ન કરવી  

વાળમાં તેલ લગાવતી વખતે આ ભૂલો ક્યારેય ન કરવી  

 | 7:04 am IST

વાળની માવજત માટે તેનું જતન કરવું ખૂબ જરૂરી છે. વાળ લાંબા કરવા માટે, તેનો ગ્રોથ વધારવા માટે વાળની દેખભાળ ખૂબ જરૂરી છે. તે માટે મોટેભાગે આપણને મમ્મી કે દાદી તરફથી એક જ સલાહ મળતી હોય છે કે વાળમાં તેલ નાખવું જોઇએ. વાળમાં તેલ નાખવાથી વાળની ક્વોલીટી સુધરે છે તેમજ તેને જોઇતું મોશ્રવર પણ મળી જાય છે.

વાળમાં તેલ નાખવું ખૂબ જરૂરી છે તે વાત સાચી પરંતુ તેલ નાખતી વખતે થોડું ધ્યાન પણ રાખવું જોઇએ. તેલ નાખતી વખતે જો અમુક ભૂલ થાય તો વાળ ડેમેજ થઇ શકે છે. તેથી વાળમાં તેલ નાખતી વખતે શું શું ધ્યાન રાખવું જોઇએ તે વિશે આજે આપણે વાત કરીએ

તેલને વધારે ગરમ ન કરવું  

તેલને હુંફાળુ કરીને માથામાં માલીશ કરવામા આવે તો તે ખૂબ જલદી વાળના મૂળ સુધી પહોંચી જાય છે. અને વાળને પોષણ મળે છે, પણ તેલ વધારે પડતું ગરમ ન થઇ જાય કેમ કે તેલ જો વધારે ગરમ થઇ જશે તો તેની અંદર રહેલાં પોષક તત્વો નાશ પામે છે. તેથી તે વધારે ગરમ ન થાય તેનું ધ્યાન રાખવું.

જોરથી માલીશ ન કરવું  

તેલને વાળના મૂળ સુધી પહોંચાડવા માટે વાળમાં સરખું માલીશ કરવું જરૂરી છે. પણ માલીશ હળવે હાથે કરવું વધારે પડતું જોર આપીને માલીશ કરવાથી વાળ તૂટી જાય છે તેમજ વાળના મૂળને પણ નુક્સાન પહોંચે છે. તેથી હળવા હાથે આંગળીના ટેરવાને માથામા ગોળાકારમાં ફેરવી માલીશ કરવું.

તેલ હંમેશા ગૂંચ કાઢીને જ લગાવવુ  

તેલ માલીશ કરતાં પહેલાં વાળને સરખા ઓળી લેવા. વાળને ઓળ્યા વગર તેલ નાખશો તો વાળ વધારે ગૂંચવાઇ જશે અને વધારે ગૂંચવાતા તે વધારે તૂટશે.

વાળના મૂળમાં તેલ લગાવવું  

ઘણી સ્ત્રીઓ માત્ર વાળની લંબાઇમાં જ તેલ લગાવે છે. આ રીતે ખોટી છે. વાળને પોષણ આપવા માટે હંમેશા તેલને વાળના મૂળમાં લગાવવું જોઇએ. જો તેલને વાળના મૂળમાં લગાવશો તો જ વાળને જરૂરી પોષણ મળશે. અલબત્ત વાળની લંબાઇમાં પણ થોડું તેલ લગાવવુ જેથી ડ્રાયનેસ ઓછી થાય પણ મૂળમાં તેલ લગાવવુ ખૂબ જરૂરી છે.

વાળને ટાઇટ ન બાંધવા  

લગભગ દરેક મહીલાને વાળમાં તેલ નાખ્યાં બાદ તેને ખૂબ ટાઇટ બાંધી લેવાની ટેવ હોય છે, આ ખોટી ટેવ છે. વાળ ટાઇટ બાંધતા તેના મૂળ ડેમેજ થાય અને તે નબળા પડી જાય છે. તેથી વાળને ટાઇટ ન બાંધવા જોઇએ.

હેર ટિપ્સ :- હેતા પટેલ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન