In Haryana, children without vaccination will not get admission in school
  • Home
  • Corona
  • આ રાજ્યમાં રસીકરણ વિનાના બાળકોને શાળામાં નહીં મળે પ્રવેશ

આ રાજ્યમાં રસીકરણ વિનાના બાળકોને શાળામાં નહીં મળે પ્રવેશ

 | 4:45 pm IST
  • Share

  • હરિયાણા સરકારે વેક્સિનેશનને લઈને લીધો મોટો નિર્ણય 

  • શિક્ષણ અને ગૃહ પ્રધાન અનિલ વિજે ટ્વીટ કરી માહિતી આપી

 

  • 15થી 18 વર્ષની વયના કિશોરોએ શાળાએ જવા રસી લેવી પડશે

દેશમાં વધી રહેલા કોરોનાના કેસ વચ્ચે હરિયાણા સરકારે એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. હરિયાણા સરકાર બાળકો માટે કોરોના રસીકરણની ધીમી ગતિથી ચિંતિત છે. તેને જોતા સરકારે શનિવારે મોટો નિર્ણય લીધો છે.

રસીકરણ વિનાના બાળકોને પ્રવેશ નહીં મળે

હરિયાણાના શિક્ષણ અને ગૃહ પ્રધાન અનિલ વિજે કહ્યું કે 15થી 18 વર્ષની વયના એવા બાળકો કે જેમણે હજી સુધી કોરોનાની રસી નથી લીધી, તેમને શાળાઓમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે જે બાળકો કોરોના રસી લેશે તેમને જ શાળાઓમાં પ્રવેશ આપવામાં આવશે.

હરિયાણાના શિક્ષણ મંત્રીએ જાહેરાત કરી

અનિલ વિજે ટ્વીટ કરીને કહ્યું, તમામ માતા-પિતાને વિનંતી છે કે તેઓ તેમના બાળકોને કોરોના વાયરસથી બચાવવા માટે તેમના બાળકોને રસી અપાવે. હાલમાં, હરિયાણામાં શાળાઓ બંધ છે, પરંતુ જ્યારે પણ તે ખુલશે ત્યારે 15 થી 18 વર્ષની વયના તે બાળકોને પ્રવેશ આપવામાં આવશે નહીં જેમણે રસીકરણ કરાવ્યું નહીં હોય.

દેશમાં કોરોના વાયરસના (Coronavirus) કેસ સતત વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોનાના 2,68,833 નવા કેસ નોંધાયા છે, દરમિયાન 1,22,684 લોકો આ કોરોનાથી સાજા થયા છે. એક્ટિવ કેસની સંખ્યા વધીને 14,17,820 થઈ ગઈ છે. હાલમાં, દેશમાં દૈનિક પોઝિટિવિટી દર વધીને 16.66% થયો છે.

ગઈકાલ કરતાં આજે દેશમાં કોરોનાના 4,631 વધુ કેસ નોંધાયા છે. ગઈકાલે કોરોનાના 2,64,202 કેસ હતા. કોરોનાની સાથે દેશમાં ઓમિક્રોનના કેસ પણ વધી રહ્યા છે. હવે ઓમિક્રોનની સંખ્યા 6 હજારને વટાવી ગઈ છે. દેશમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના કુલ 6,041 કેસ નોંધાયા છે.

ભારતમાં કોરોનાની ત્રીજી લહેરને રોકવા માટે વિવિધ નિયંત્રણો લાદવામાં આવ્યા છે. આ સાથે રસીકરણ અને ટેસ્ટના આંકડા પર પણ ભાર આપવામાં આવી રહ્યો છે. કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર, દેશમાં અત્યાર સુધીમાં રસીના 156.02 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. શુક્રવારે દેશમાં 16 લાખથી વધુ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.શુક્રવારે દેશમાં 16 લાખથી વધુ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે ગુરુવારે 1,22,684 દર્દીઓ સાજા થયા બાદ રજા આપવામાં આવી હતી. દેશમાં અત્યાર સુધીમાં કુલ 3,49,47,390 દર્દીઓ સ્વસ્થ થયા છે. આ સાથે ભારતમાં એક્ટિવ કેસની ટકાવારી વધીને 3.85 થઈ ગઈ છે, જ્યારે રિકવરી રેટ 94.83ની નજીક છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો