હિંદુ ધર્મમાં શ્રીફળનું મહત્ત્વ - Sandesh

હિંદુ ધર્મમાં શ્રીફળનું મહત્ત્વ

 | 12:10 am IST

વૃક્ષશાસ્ત્ર

ભારતમાં દેવી-દેવતાઓની મૂર્તિ સામે નારિયેળ વધેરવાનો તથા શ્રીફળ રમતું મૂકવાનો ખૂબ જૂનો રિવાજ છે. હિંદુ ધર્મના મોટાભાગના ધાર્મિક સંસ્કારોમાં નારિયેળનું વિશેષ મહત્ત્વ છે. કોઈપણ વ્યક્તિ જ્યારે પોતાનો નવો વ્યવસાય શરૂ કરે છે તો તે મૂર્તિ સામે નારિયેળ વધેરે છે. ભલે તે લગ્ન હોય, તહેવાર હોય કે પછી કોઈ મહત્ત્વપૂર્ણ પૂજા, પૂજાની સામગ્રીમાં નારિયેળ ચોક્કસ રહે છે. શ્રીફળ તો શું તમે જાણો છો કે કેમ હિંદુ ધર્મમાં શ્રીફળનું આટલું મહત્ત્વ છે? આવો અમે તમને જણાવીએ.

નારિયેળને સંસ્કૃતમાં શ્રીફળના નામે વધુ ઓળખવામાં આવે છે. શ્રીફળ એટલે ભગવાનનું ફળ તો એવામાં નારિયેળ ચોક્કસ ભગવાનનું ફળ બની જાય છે. નારિયેળ વધેરવાનો અર્થ છે કે તમે તમારા અહંકાર અને સ્વયંને ભગવાન સમક્ષ સમર્પિત કરી રહ્યાં છો. માનવામાં આવે છે કે આમ કરવાથી અજ્ઞાનતા અને અહંકારનું કઠોર કવચ તૂટી જાય છે અને આ આત્માની શુદ્ધતા અને જ્ઞાનનો દ્વાર ખોલે છે, જેનાથી નારિયેળના સફેદ ભાગના રૂપમાં જોવા મળે છે. આવો હિંદુ ધર્મમાં નારિયેળના મહત્ત્વ વિશે જાણીએ.

પૂજા દરમિયાન શ્રીફળ કેમ વધેરવામાં આવે છે?

એક સમયે હિંદુ ધર્મમાં મનુષ્ય અને જાનવરોને બલિ સામાન્ય વાત હતી ત્યારે આદિ શંકરાચાર્યએ આ અમાનવીય પરંપરાને તોડી અને મનુષ્યના સ્થાને શ્રીફળ ચઢાવવાની શરૂઆત કરી. શ્રીફળ ઘણા પ્રકારે મનુષ્યના મસ્તિષ્ક સાથે મેચ થાય છે. શ્રીફળની જટાની તુલના મનુષ્યના વાળ સાથે, કઠોર કવચની તુલના મનુષ્યની ખોપડી સાથે અને શ્રીફળના પાણીની તુલના લોહી સાથે કરવામાં આવે છે. સાથે જ શ્રીફળના ગુદાની તુલના મનુષ્યના મગજ સાથે કરવામાં આવે છે.

ખરાબ નજર ઉતારવા માટે

જો કોઈને ખરાબ નજર લાગી જાય છે તો તેને શ્રીફળની મદદથી ઉતારવામાં આવે છે. તેના માટે એક શ્રીફળ લેવામાં આવે છે અને વ્યક્તિની લંબાઈ બરાબર લાલ દોરો શ્રીફળ પર વીંટવામાં આવે છે. પછી તેના માથાની ચારેય તરફ ઝડપથી સાત વખત ફેરવવામાં આવે છે અને શ્રીફળને નદીમાં વહેવડાવામાં આવે છે.

ખરાબ છાયાને દૂર કરવા માટે

ઘણા લોકોને શનિની છાયાના કારણે જીવનમાં ઘણા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરે છે. પોતાને શનિની છાયાથી દૂર રાખવા માટે એક નારિયેળ લો, જવ અને કાળી અડદની દાળને એકસાથે લો. હવે તેને પોતાના માથાની ચારેબાજુ ૭ વખત ફેરવીને નદીમાં વહાવી દો.

નાણાકીય સમસ્યા દૂર કરવા માટે

મંગળવારના દિવસે જાસ્મીનનું તેલ અને સિંદૂરની પેસ્ટ વડે શ્રીફળ પર સ્વસ્તિક દોરો. હવે તેને ભગવાન ગણેશની પ્રતિમા પર ચઢાવીને ‘ઋણમોચક સ્તોત્ર’નો ઉચ્ચારણ કરો.

આ ઉપરાંત જો તમારા પર કાળા જાદુનો પ્રભાવ હોય તો મંગળવાર, શનિવાર અને રવિવારના દિવસે દુર્ગાના મંદિરે જાવ. મંદિર જતાં પહેલાં એક શ્રીફળ, શૃંગારનો સામાન, કપૂર, ફૂલોની માળા લઈ લો અને તેને પ્રતિમા પર ચઢાવતી વખતે ‘હમ ફટ’મંત્રનું ઉચ્ચારણ કરો. ત્યારબાદ કપૂર વડે આરતી કરો. થોડા સમયમાં કાળા જાદુનો બધો પ્રભાવ દૂર થઈ જશે.

[email protected]