ભારતમાં કોરોના મહામારી રોકવા માટે લોકડાઉન પર્યાપ્ત નથીઃ રઘુરામ રાજન - Sandesh
  • Home
  • India
  • ભારતમાં કોરોના મહામારી રોકવા માટે લોકડાઉન પર્યાપ્ત નથીઃ રઘુરામ રાજન

ભારતમાં કોરોના મહામારી રોકવા માટે લોકડાઉન પર્યાપ્ત નથીઃ રઘુરામ રાજન

 | 1:45 am IST

। નવી દિલ્હી ।

ભારતીય રીઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને કહ્યું કે, કોરોના જેવી મહામારીને રોકવા માટે ફ્ક્ત દેશવ્યાપી લોકડાઉન પર્યાપ્ત નથી. રાજને કહ્યું કે, આ એક ગંભીર ચિંતાનો વિષય છે કેમ કે લોકડાઉન ન ફ્ક્ત લોકોને કામ પર જતા રોકે છે એટલું જ નહીં પણ તેને ઘરમાં જ પૂરી રાખે છે અને જરૂરી નથી કે તે ઘરો જૂની વ્યવસ્થા મુજબ દૂર દૂર હોય, બલ્કે એ ઝૂંપડપટ્ટી પણ હોઇ શકે, જ્યાં લોકો એક સાથે રહેતા હોય છે. બ્લૂમબર્ગના એક રિપોર્ટમાં રાજને કહ્યું કે, કોરોના વાઇરસનું સંક્રમણ ફેલાતું રોકવું મુશ્કેલ છે. તેમણે કહ્યું કે, લોકડાઉનથી સમાજના ગરીબ વર્ગના લોકોની મુશ્કેલી વધી જશે. ૨૧ દિવસોના લાંબા લોકડાઉનથી દેશની અર્થવ્યવસ્થા નબળી પડી ગઇ છે. કરોડો લોકો ઘરમાં જ ભરાઇ રહેવા મજબૂર બન્યા છે. જેને કારણે મોટા ભાગના લોકો સમક્ષ બુનિયાદી સુવિધાઓ જેવા ભોજન અને દવાઓની મોટી સમસ્યા પેદા થઇ છે. રાજને એમ પણ કહ્યું કે, સરકારની કોરોના સંક્રમણ સામેની લડાઇમાં દેશની કમજોર બુનિયાદી સંરચના અવરોધક છે.

દેશોમાં તાલમેલનો અભાવ

કોરોના વાઇરસથી વૈશ્વિક જંગ અંગે રાજને કહ્યું કે, અસમંજસ તથા દેશો વચ્ચેના તાલમેલનો અભાવ હોવાનો ઇનકાર કરી શકાય નહીં. તેમણે કહ્યું કે, દરેક દેશ ગભરાયેલો છે, તેથી થોડી ઘણી અસમંજસ સ્થિતિ તો સમજી શકાય એમ છે. તમારે બાકીની દુનિયા અંગે વિચારતા પહેલાં પોતાના દેશમાં ચિકિત્સાકીય આપૂર્તિ અંગે ધ્યાન આપવું જોઇએ.

૬૦૦ થી વધુ સંક્રમિત

ભારતમાં કોરોના વાઇસ ઝડપથી ફેલાઇ રહ્યો છે અને અત્યાર સુધીમાં ૬૦૦ થી વધુ લોકો સંક્રમિત થયા છે. ગુરુવારે બપોર સુધી ૬૪૯ કેસો નોંધાયા છે. કોરોના વાઇરસને કારણે અત્યાપ સુધી દેશમાં ૧૦ લોકોના મોત થયા છે. દુનિયાભરમાં કોરોના વાઇરસથી ૨૧ હજારથી વધુનાં મોત નીપજ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;