in-india-now-oppo-f9-pro-128gb-storage-variant-available-know-price-specifications
  • Home
  • Featured
  • Oppo F9 Proનો નવો અવતાર, જાણો કિંમત

Oppo F9 Proનો નવો અવતાર, જાણો કિંમત

 | 3:42 pm IST

Oppo F9 Proને વધારાના સ્ટોરેજ વાળુ મોડલ ભારતમાં આવી ચુક્યુ છે. Oppo F9 Proનો 6 GB રેમ 128 GB સ્ટોરેજ વેરિયન્ટને ભારતમાં ચુપચાપ લૉન્ચ કરવામાં આવ્યો છે. નવુ મોડલ ઓગસ્ટમાં લૉન્ચ થયેલ મોડલની સરખામણીમાં 2000 રૂપિયા મોંઘુ છે. વાત કરીએ તેની ખાસિયતની તો Oppoના હેન્ડસેટમાં વોટરડ્રોપ નોચ, ડ્યૂઅલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવેલ છે. 3500mAhની બેટરી આપવામાં આવેલ છે.

Oppo F9 Pro: કિંમત અને વિશેષતા

નવા Oppo F9 Proમાં 128 GB ઈનબીલ્ટ સ્ટોરેજ વેરિયન્ટની કિંમત 25,990 રૂપિયા છે. 64 GB વેરિયન્ટની કિંમત 23,990 છે.

Oppo F9 Proનું સ્પેશિફિકેશન

Oppo F9 Proમાં 6.3 ઈચ ફુલ એચડી + (1080×2340 પિક્સલ) ડિસ્પ્લે એસ્પેક્ટ રેશિયો 19.5:9 છે. ફોનમાં ઓક્ટાકોર મીડિયાટેક હીલિયો જ 60 પ્રોસેસર આપવામાં આવેલ છે. રેમ 6 GB છે ઈનબીલ્ટ સ્ટોરેજ 64 GB/ 128 GB વિકલ્પ મળે છે. ફોનને માઈક્રો એસડી કાર્ડની મદદથી 256 GB સુધી વધારી શકાશે.

સ્માર્ટફોન એન્ડ્રોઈડ 8.1 ઓરિયો બેસ્ડ કલરઓએસ 5.2 પર ચાલે છે ફોનમા અપર્ચર એફ/1.8 સાથે મેગાપિક્સલ પ્રાઈમરી અપર્ચર એફ/2.4 સાથે 2 મેગાપિક્સલ સેકન્ડરી સેન્સર આપવામાં આવેલ છે. ફ્રન્ટામાં 16 મેગાપિક્સલ કેમેરો આપવામાં આવેલ છે જે સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે છે.

કનેક્ટિવિટી ઓપ્શનની વાત કરીએતો Oppo F9 Proમાં વાયફાય 802.11 એસી, બ્લૂટૂથ 4.2, માઈક્રો યૂએસબી પોર્ટ અને 3.5 એમએમ હેડફોન જેક જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. ફોનને પાવર માટે 3500mAh બેટરી આપવામાં આવી છે જે VOOC ટેકનોલોજીને સપોર્ટ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન