Jio network recorded an average download speed of 20.3 mbps in November.
  • Home
  • Featured
  • 4Gના મામલે Jioએ મારી બાજી, એરટેલની સ્પીડમાં સામાન્ય સુધારો

4Gના મામલે Jioએ મારી બાજી, એરટેલની સ્પીડમાં સામાન્ય સુધારો

 | 1:38 pm IST

Reliance Jioએ ભારતીય ટેલિકોમ ઈન્ડસ્ટ્રીઝમાં એન્ટ્રી કરવાની સાથે યૂઝર્સને સસ્તા પ્લાનની ઓફર કરી છે. એટલુ જ નહી જિયોએ પોતાના યૂઝર્સને બીજી કંપનીઓની સરખામણીમાં ખુબજ હાઈ-સ્પીડની સાથે 4G ડેટા ઉપલબ્ધ કરાવેલ છે. આનું પરિણામ એ આવ્યુ છે કે વર્ષ 2018માં જિયો દેશમાં સૌથી વધુ 4G નેટવર્ક સ્પીડથી ઇન્ટરનેટ ઉપલબ્ધ કરાવનાર કંપની બની છે.

હાલમાં જ Telecom Regulatory Authority Of India(TRAI)એ એક ડેટા રજૂ કર્યો છે. આ ડેટામાં રિલાયન્સ જિયોની 4G ઈન્ટરનેટ સ્પીડમાં 8% હોવાથી ઘટીને 18.7 મેગાબીટ પ્રતિ સેકન્ડ થઈ છે. ગયા નવેમ્બરમાં રિલાયન્સ જિયોની 4G સ્પીડ 20.3 એમબીપીએસ હતી. 4G નેટવર્ક સ્પીડમાં આવેલ ઘટાડો છતા દેશની બીજી બાકી કેલિકોમ કંપનીઓથી ખુબ આગળ છે.

ટ્રાઈના My Speed Portal પર જાહેર કરવામાં આવેલ ડેટા અનુસાર Bharti Airtelના 4G ઈન્ટરનેટ સ્પીડમાં ડિસેમ્બર 2018માં સામાન્ય સુધારો જોવા મળ્યો છે. નવેમ્બરમાં એરટેલ 4G નેટવર્કની સ્પીડ 9.7 ,એમબીપીએસ હતી જે ડિસેમ્બરમાં વધીને 9.8 એમબીપીએસ થઈ હતી.

વોડાફોન અને આઇડિયાની વાત કરીએતો આ બંને કંપનીઓ હાલમાં મર્જર થઈ છે. આ માટે ટ્રાઈ આ બંનેના 4G નેટવર્ક સ્પીડ અંગે અલગ અલગ ડેટા જારી કરવામાં આવેલ છે. વોડાફોનની 4G સ્પીડ ડિસેમ્બરમાં ઘટીને 6.3 એમબીપીએસ થઈ ગઈ હતી. નવેમ્બરમાં 6.8 એમબીપીએસ હતી.

આઇડિયાની 4G સ્પીડ 6.2 એમબીપીએસથી ઘટીને 6 એમબીપીએસ રહી છે. જોકે નેટવર્ક પરફોર્મન્સની વાત કરીએતો 4G અપલોડ સ્પીડના મામલે આઈડિયા ટોપ પર રહ્યુ છે. નવેમ્બર 2018માં આઇડિયાની અપલોડની સ્પીડ 5.3 એમબીપીએસ હતી જે ડિસેમ્બરમાં વધીને 5.6 એમબીપીએસ થઈ હતી, આ સાથે જ વોડાફોનની અવલોડ સ્પીડમાં સુધારો થયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન