in-india-samsung-now-plans-to-stop-tv-manufacturing
  • Home
  • Business
  • આ દિગ્ગજ કંપની ભારતમાં TV બનાવવાનું બંધ કરશે, જાણો કારણ

આ દિગ્ગજ કંપની ભારતમાં TV બનાવવાનું બંધ કરશે, જાણો કારણ

 | 5:49 pm IST

દક્ષિણ કોરિયાની દિગ્ગજ ઈલેક્ટ્રોનિક્સ કંપની સેમસંગને લઈને સામાચાર આવી રહ્યા છે કે ભારતમાં TV બનાવવાનું બંધ કરશે. કંપનીએ થોડા સમય પહેલાજ નોયડામાં મોબાઇલ ફોન બવાવવાવી કંપની સ્થાપી છે. જેને દુનિયાની સૌથી મોટી મોબાઇલ બનાવતી કંપની માનવામાં આવી રહી છે.

હાલ કંપની તેના ચૈન્નઇ વાળા યુનિટને ક્યાંક બહાર ખસેડવાનું વિચારી રહી છે. પછીથી કંપની ભારતમાં TV વિયેતનામથી લાવશે. જ્યાં તેનુ સૌથી મોટુ ઉત્પાદન હબ છે.ચૈન્નઇ વાળા યુનિટમાં વર્ષે ત્રણ લાખ TVનું ઉત્પાદન કરે છે.

રિપોર્ટ અનુસાર સેમસંગે આ પગલામાં બજેટમાં ટીવી પૅનલ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા સ્પેરપાટો પરની આયાતમાં વધારો કરવાની જાહેરાત થતા આ નિર્ણય લીધો છે. બજેટમાં ટીવી પૅનલ બનાવતી વખતે સૌથી મહત્વના ભાગો ઓપન સેલ પર આયાત-કિંમત વધારવાની જાહેરાત કરવામાં આવી હતી. શરૂઆતમાં તે 10 ટકા આયાત ચાર્જ મૂકવામાં આવ્યું હતું, પરંતુ ટીવી ઉત્પાદકોએ વિરોધ કર્યા પછી તેને ઘટાડવામાં આવી છે.

કોરિયાની આ ટેક્નિકલ કંપનીએ નોયડામાં મોબાઇલ ફોન બનાવવાની તેની 67 લાખ યુનિટની ક્ષમતા વધારી 12 કરોડ યુનિટ કરી છે. આ બતાવે છે કે સેમસંગ ભારતને કેટલું મહત્વ આપે છે.જોકે ટીવી યુનિટને બહારના શિફ્ટ કરવાના સવાલનો જવાબ આપતા સેમસંગના પ્રવક્તાએ જણાવ્યું હતું કે કંપની ભારતને કટિબદ્ધ છે અને ટીવી યુનિટ બહાર લઇ જવા પર કોઈ નિર્ણય લેવાયો નથી. સેમસંગની આવક ભારતમાં વર્ષ 2016-17માં 8 અબજ ડોલર રહી હતી.