in-india-sennheiser-cx-6-00bt-bluetooth-headphones-launched
  • Home
  • Technology
  • 7,490ની કિંમતના Sennheiserના બ્લૂટૂથ ભારતમાં થયા લૉન્ચ

7,490ની કિંમતના Sennheiserના બ્લૂટૂથ ભારતમાં થયા લૉન્ચ

 | 5:49 pm IST

જર્મનની ઓડિયો બ્રાંડ Sennheiserના બ્લૂટૂથ ઈન-ઈયર હેડફોન CX 6.00BT ભારતમાં લૉન્ચ થયા છે. કંપનીએ તેની કિંમત 7,490 રાખી છે. ગ્રાહક તેને કંપનીના ઓનલાઈન સ્ટોર
પર ખરીદી શકો છો.

એમા કંપનીની ખાસ સ્પીકર સિસ્ટમ આપવામાં આવી છે. કંપનીએ દાવો કર્યો છે કે Sennheiser CX 6.00BT ક્લિયર ડટેલ્સ અને સારૂ આઉટપુટ ડિલીવર કરે છે. આ હેડફોનને સાવ વજનમાં હલ્કો બનાવવામાં આવ્યો છે.આ હેડફોનનો વજન 14 ગ્રામ છે. આ હેડફોનમાં બે ડિવાઇસ એક સાથે કનેક્ટ કરી શકાય છે. આ હેડફોનમાં 6 કલાક ચાલે તેવી બેટરી છે.CX 6.00BT USBના કારણે તેને ફાસ્ટ ચાર્જ કરી શકાય છે. કંપનીએ દાવો કર્યો છે કે તેને ફક્ત 10 મીનિટમાં ચાર્જ કરી શકાશે. ત્યારબાદ તેનો સતત બે કલાક ઉપયોગ કરી શકાય છે. તેને સંપૂર્ણ ચાર્જ થતા 1.5 કલાકનો સમય લાગે છે.

કંપનીએ માહિતી આપી છે કે આ હેડફોનમાં ઇન્ટીગ્રેટેડ માઈક્રોફોન આપવામાં આવ્યો છે. આનાથી જો તમે મુસાફરી કરી રહ્યા હો તો પણ ક્લિયર રીતે કોલ્સ સાંભળી શકશો.