Unemployment Rate is at its highest in 45 years. Demonetization - HowsTheJobs
  • Home
  • Business
  • નોટબંધીએ લાખો લોકોને કર્યા બેકાર, ખુદ સરકારના રિપોર્ટમાં જ થયો ખુલાસો

નોટબંધીએ લાખો લોકોને કર્યા બેકાર, ખુદ સરકારના રિપોર્ટમાં જ થયો ખુલાસો

 | 3:43 pm IST

ગરીબી, બેરોજગારી, મોંઘવારી જેવા વિકરાળ દૈત્યો પ્રજા સમક્ષ મોં ફાડીને ઉભા રહે છે. સામાન્ય માણસ બીચારો એક સાંધે ત્યા તેર તુટે તેવી પરિસ્થિતિનો સામનો કરી કરીને થાકી ગયો છે. ગરીબ વર્ગ કચડાતો જ રહે છે એવામાં સરકાર કોઈ ઠોસ પગલા ઉપાડે તેવી સામાન્ય જનતાને હંમેશા આશા રહે છે.

દેશની સમસ્યાઓમાંની એક એટલે કાળુનાણુ આ પ્રશ્નને ઉકેલવા કેટલાય સમયથી માથા પચ્ચી થઈ રહી છે. સરકારે આ માટે નોટબંધી જાહેર કરી હતી અને તેની માઠી અસર થઈ હતી.

આમતો નોટબંધીને મોદી સરકાર કાળાંધન વિરૂદ્ધ મોટો નિર્ણય માને છે પણ, આના કારણે બેરોજગારીમાં વ્યાપક પ્રમાણમાં વધારો થયો છે. National Sample Survey Officeના તાજા આંકડાઓ અનુસાર દેશમાં બેરોજગારીની માત્રા 6.1 ટકાથી વધી છે. આ આંકડાઓ 45 વર્ષની ઉચ્ચતમ સ્તર પર છે અને આ પહેલા 1972-73માં દેશમાં બેરોજગારીના દર શહેરી ક્ષેત્રમાં સૌથી વધુ વધ્યા છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે ગ્રામીણ વિસ્તારો કરતા શહેરી ક્ષેત્રમાં સૌથી વધુ બેરોજગારીનું પ્રમાણ વધ્યુ છે. આંકડાઓ અનુસાર શહેરી ક્ષેત્રમાં બેરોજગારીનો દર 7.8 ટકા વધીને ગ્રામીણ વિસ્તારોમાં આ આંકડાઓ 5.3 ટકા વધ્યુ છે. 2017-18માં યુવાનો બેરોજગારીના દરમાં રેકોર્ડ રૂપે વધ્યો છે.

આ દરમિયાન ગ્રામીણ ક્ષેત્રમાં શિક્ષિત મહિલાઓની બેરોજગારીના દરોમાં નોંધપાત્ર વધારો થયો છે. આ પહેલા 2004-05થી 2011-12ની વચ્ચે ગ્રામીણ ક્ષેત્રની મહિલાઓની બેરોજગારી દર 9.7 ટકા વધીને 15.2 ટકા વેંચી છે. તો ગ્રામીણ ક્ષેત્રમાં શિક્ષિત પુરૂષોની બેરોજગારીનો દર 10.5 ટકા પર છે. 2004-05થી 2011-12ની વચ્ચે આ આંકડાઓ 3.5થી 4.4 ટકા વચ્ચે હતો.

બેરોજગાર યુવાનોની સંખ્યામાં થયો વધારો

ગ્રામીણ વિસ્તારોમાં બેરોજગાર યુવાનોની સંખ્યામાં 3 ગણો વધારો થયો છે. ગ્રામીણ ક્ષેત્રના 29 વર્ષના યુવાનોમાં બેરોજગારીનું પ્રમાણ 17.4 ટકા રહ્યુ છે. આ પહેલા 2011-12માં આ આંકડો ફક્ત 5 ટકા હતો. તો યુવા મહિલાઓની બેરોજગારીનો દર 13.6 ટકા છે અને 2012માં આ આંકડો 4.8 ટકા હતો.

નોટબંધીએ બગાડી હાલત

એક રિપોર્ટ અનુસાર નોટબંધીએ હાલત ખરાબ કરી નાખી છે, બેરોજગારીના આંકડાઓમાં ભારે વધારો થયો હતો. આપને જણાવી દઈએ કે 8 નવેમ્બર 2016માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નોટબંધીનું એલાન કર્યુ હતુ. આ એલાન પછી 500 અને 1000ની નોટો ચલણમાંથી હટાવવામાં આવી હતી.

નોટબંધીને સરકાર કઠોર છતા સરકારની સફળતા ગણાવે છે. આ રિપોર્ટ બજેટના એક દિવસ પહેલા જ આવ્યો છે. બેરોજગારીના પ્રશ્ને વિપક્ષ હંમેશા સરકારને ઘેરતી આવી છે. આ આંકડાઓ સરકારને ચોક્કસ પરેશાન કરી શકે છે થોડા સમય પછી લોકસભા ચૂંટણી છે આ સમયે આ સવાલને વિપક્ષ જોર શોરથી ગુંજાવશે તેમાં કોઈ બેમત નથી.

આ મામલાને લઈને કોંગ્રેસ ખુબજ આક્રમક મૂડમાં છે. કોંગ્રેસે તો ટ્વીટ કરીને આ મામલે ચુટકી લેતા કહ્યુ છે કે #HowsTheJobs. આ મામલે વિપક્ષ હવે સરકારને ઘેરશે અને સરકાર તેનો કેવો જવાબ આપશે તેતો આવનારો સમય જ નક્કી કરશે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન