ઈરાકમાં આતંકવાદીઓ સામે અવાજ ઉઠાવનાર સુપ્રસિદ્ધ લેખકની હત્યા - Sandesh
 • Home
 • Supplements
 • Ardha Saptahik
 • ઈરાકમાં આતંકવાદીઓ સામે અવાજ ઉઠાવનાર સુપ્રસિદ્ધ લેખકની હત્યા

ઈરાકમાં આતંકવાદીઓ સામે અવાજ ઉઠાવનાર સુપ્રસિદ્ધ લેખકની હત્યા

 | 12:17 am IST

કરન્ટ અફેર્સ :- જયેશ ઠકરાર

 • આતંકવાદીઓ વિરુદ્ધ અવાજ ઉઠાવનાર સુપ્રસિદ્ધ લેખક અને આલોચક ઈરાકના અલા મશ્જુબની કરબલામાં હત્યા કરી નાંખવામાં આવી. રાજનીતિ અને ધર્મ ઉપર સ્પષ્ટ રાય આપવા માટે જાણીતા અલા મશ્જુબ ‘ધ કેસ ઓફ ધ નેશન’ સહિતના પુસ્તકોથી જાણીતા બન્યા છે.

ન્યૂઝલાઈન  

 • ગુજરાતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દાંડીમાં નમક સત્યાગ્રહ સ્મારકનું ઉદઘાટન કર્યું. અહીં ગાંધીજીએ મીઠાના કાયદાનો ભંગ કર્યો હતો. આ સ્થળે દાંડીયાત્રામાં ભાગ લેનાર ૮૦ લોકોની પ્રતિમા છે. રૂ.૧૧૦ કરોડના ઔખર્ચે બનેલા આ સ્મારકમાં બાપુની ૧૮ ફૂટ ઊંચી મૂર્તિ બનાવાઈ છે.
 • ડિસેમ્બર-૨૦૨૧ સુધીમાં ત્રણ અંતરિક્ષયાત્રીઓને અંતરિક્ષમાં મોકલવાના ઈસરોના રૂ.૧૦,૦૦૦ કરોડના મહત્ત્વાકાંક્ષી મિશન ‘ગગનયાન’ માટે ઈસરોએ બેંગલુરુમાં મુખ્યાલય ખાતે માનવ અંતરિક્ષ ઊડાન કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું.

વિશિષ્ટ  

 • સંયુક્ત આરબ અમીરાત અને સાઉદી અરેબિયાની કેન્દ્રિય બેન્કોએ ‘અબેર’ નામની સંયુક્ત ડિજીટલ કરન્સી ઔલોન્ચ કરી.

રમત જગત  

 • પાકિસ્તાન મહિલા ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન સના મીરે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધની શ્રેણીમાં ૧૦૦મી ટી-૨૦ રમી આવો ર્કીિતમાન હાંસલ કરનાર તે પ્રથમ એશિયાઈ મહિલા ક્રિકેટર બની. વિશ્વમાં આવો વિક્રમ છ મહિલાના નામે છે. સર્વાધિક ટી-૨૦ રમવાનો રેકોર્ડ ૧૦૯ મેચ સાથે વેસ્ટ ઈન્ડિઝની ડાયંડ્રા ડોટીનના નામે છે.
 • એશિયાઈ ફૂટબોલ મહાસંઘ આયોજિત એએફસી એશિયન કપ પ્રતિયોગિતાના ફાઈનલમાં કતારે જાપાનને ૩-૧ થી હરાવી અબુધાબીમાં ઈતિહાસ રચ્યો.
 • ૨૦૦ આંતરરાષ્ટ્રીય વન ડે રમનારી મિતાલી રાજ પ્રથમ મહિલા ક્રિકેટર બની. ભારત તરફથી ૨૬૩ વન ડે મેચ રમાઈ છે. જેમાંથી ૨૦૦ મેચમાં રમેલી મિતાલીએ ૭ સદી સાથે ૬૬૨૨ રન બનાવ્યા છે.

બહુમાન  

 • ભારત સરકારના પૂર્વ સચિવ પી. એસ. કૃષ્ણનને સામાજિક ન્યાય માટે કે. વીરમણી પુરસ્કાર ૨૦૧૮ આપવામાં આવ્યો.

દેશ- વિદેશ  

 • નીલામ્બર આચાર્ય ભારતમાં નેપાળના નવા રાજદૂત બન્યા. તે નેપાળના કાયદામંત્રી રહી ચૂક્યા છે. તેમને રાષ્ટ્રપતિ વિદ્યાદેવી ભંડારીએ પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યાં. નેપાળના નવા કાનૂન મુજબ શરૂ થયેલી આ પ્રણાલીમાં શપથ લેનાર તે પ્રથમ રાજદૂત છે.
 • ઈઝરાયલ એરોસ્પેસ ઈન્ડસ્ટ્રીઝે ભારતીય નૌસેના સાથે નેવલ મિસાઈલ માટે ૯૩ મિલીયન ડોલરની લોન ઔસમજૂતી ઉપર હસ્તાક્ષર કર્યા. આ મિસાઈલ પ્રણાલીમાં ડિજીટલ રડાર, કમાંડ એન્ડ કન્ટ્રોલ, લોન્ચર તથા ઈન્ટરસેપ્ટર્સ હોય છે.
 • અમેરિકી પ્રતિબંધો છતાં ઈરાક સાથે વેપાર થઈ શકે તે માટે જર્મની, ફ્રાન્સ અને યુનાઈટેડ કિંગ્ડમ દ્વારા ઈન્સ્ટ્રમેન્ટ ઈન સપોર્ટ ઓફ ટુડે એકસચેન્જ (ૈગ્દજી્ઈઠ) નામની પેમેન્ટ ચેનલ શરૂ કરી.

નિયુકિત  

 • મધ્યપ્રદેશ પૂર્વ મહાનિર્દેશક ઋષિકુમાર શુકલાને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશનના વડા તરીકે નિયુકત કરાયા છે. તે ૧૯૮૩ બેચના મધ્યપ્રદેશ કેડરના આઈપીએસ ઓફિસર છે. ત્રણ સદસ્યો વડાપ્રધાન, વિપક્ષી નેતા અને મુખ્ય ન્યાયધીશની પેનલમાં બહુમતીથી આ નિર્ણય લેવામાં આવ્યો. શુકલાનો કાર્યકાળ બે વર્ષનો રહેશે. સી.બી.આઈ.ની સ્થાપના ૧૯૪૧ વિશેષ પોલીસ સંસ્થા તરીકે થઈ હતી.
 • યુનિયન પબ્લિક સર્વિસ કમિશનના સભ્ય તરીકે રાજીવ નયન ચૌબેએ પદ અને ગોપનીયતાના શપથ લીધા. ચૌબે તામિલનાડુ કેડરના ૧૯૮૧ની બેચના ૈછજી ઓફિસર છે. તેમનો કાર્યકાળ ૬ વર્ષ અથવા ૬૫ વર્ષની આયુ સુધીનો હોય છે.
 • નેશનલ કેડેર કોર્પ્સના મહાનિર્દેશક તરીકે અતિ વિશિષ્ટ સેવા મેડલથી સન્માનિત રાજીવ ચોપડાની નિયુકિત થઈ. એનસીસીની સ્થાપના ૧૯૪૮માં થઈ હતી તેનું સૂત્ર છે ‘એકતા અને અનુશાસન’
 • બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના નવા ચેરમેન તરીકે પુનિત ગોયેન્કાની નિમણૂક થઈ.

મેરા ભારત મહાન  

 • આંતરરાષ્ટ્રીય ઊર્જા એજન્સીએ ‘ફયુચર ઓફ ધ રેલ’ રિપોર્ટ તૈયાર કર્યો છે. જે અનુસાર વર્ષ ૨૦૦૦થી અત્યાર સુધીમાં ભારતમાં રેલ ટ્રાફિકમાં ૨૦૦% વધારો થયો છે. પૂરા વિશ્વમાં રેલવે દ્વારા ૮% યાત્રિકોનું પરિવહન થાય છે.
 • ૨૫ જાન્યુઆરી સુધીમાં ભારતના વિદેશી મુદ્દા ભંડારમાં ૧.૪૯૮ અરબ ડોલરનો વધારો થયો. હવે આ રાશિ ૩૯૮.૧૭૮ અરબ ડોલર સુધી પહોંચી છે.

રાજ્યોની રફતાર  

 • આંધ્રપ્રદેશમાં ગ્રામીણ મહિલાઓ, વિધવાઓ, કારીગરો, દિવ્યાંગો અને બાળ કલ્યાણ માટે રૂ. ૯,૪૦૦ કરોડના કદવાળી પસુપુ-કુમકુમા યોજનાના બીજા ચરણનો આરંભ થયો.
 • પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લાના માયાપુરમાં વિશ્વ ધરોહર કેન્દ્રની સ્થાપના થશે. અહીં ૪૫ દેશોના આધ્યાત્મિક કેમ્પની સ્થાપના થવાની છે. માયાપુર ઈસ્કોન (ઈન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણા કોન્સિયસનેસ)નું વૈશ્વિક કેન્દ્ર છે.

fb/current affairs jayesh thakrar

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન