ઈટાલીમાં એક જ દિવસમાં ૬૬૨ જ્યારે સ્પેનમાં ૪૯૮થી વધુનાં મોતથી હાહાકાર - Sandesh
  • Home
  • World
  • ઈટાલીમાં એક જ દિવસમાં ૬૬૨ જ્યારે સ્પેનમાં ૪૯૮થી વધુનાં મોતથી હાહાકાર

ઈટાલીમાં એક જ દિવસમાં ૬૬૨ જ્યારે સ્પેનમાં ૪૯૮થી વધુનાં મોતથી હાહાકાર

 | 1:41 am IST

વોશિંગ્ટન :

વિશ્વનાં તમામ ૧૯૫ દેશમાં કોરોનાએ તેનો વ્યાપ ફેલાવ્યો છે. જેમાં કુલ ૨૨૧૮૦ લોકોનાં મોત થયા છે. ૪,૯૨,૨૫૦  લોકોને તેનો ચેપ લાગ્યો છે. જો કે ૧,૧૯,૭૩૨ દર્દીઓ સાજા થયા છે. ઈટાલીમાં એક જ દિવસમાં ૬૬૨થી વધુ જ્યારે સ્પેનમાં ૪૯૮થી વધુ લોકોનાં મોત થયા છે. આ સાથે ઈટાલીમાં વિશ્વમાં સૌથી વધુ ૮,૧૬૫ જ્યારે સ્પેનમાં ૪,૧૪૫ લોકોનાં મોત થયા છે. મોતના મામલે ઈટાલી અને સ્પેન ચીન કરતાં આગળ થઈ ગયા છે.

વેટિકનમાં ૪ લોકો કોરોનાગ્રસ્ત છે

વેટિકન સીટીમાં પોપ ફ્રાન્સિસનાં સ્ટાફનાં એક વ્યક્તિને કોરોનાનો રિપોર્ટ પોઝિટીવ આવતા ચકચાર મચી છે. આ કર્મચારી ઈટાલીનો છે. તેને હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. પોપ હાલ અલાયદા રૂમમાં એકલા રહે છે અને સોશિયલ ડીસ્ટન્સિંગ જાળવે છે. પોપને ગયા મહિને શરદી થયા પછી તેઓ વધુ જાગૃત બન્યા છે. વેટિકનમાં ૪ લોકો કોરોનાગ્રસ્ત છે.

ઈરાનમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૫૭નાં મોત

ઈરાનમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૫૭ લોકોનાં મોત થયા છે. કુલ મૃતાંક ૨૨૩૪ થયો છે. જ્યારે ૨૯૪૦૬ લોકોને સંક્રમણ થયું છે. કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત તે છઠ્ઠો દેશ છે.

ફ્રાન્સમાં ૧૩૩૧નાં મોત : ઈરાકથી સૈનિકો પાછા બોલાવશે

ફ્રાન્સમાં કોરોનાથી ૧૩૩૧નાં મોત થયા છે જ્યારે ૨૫,૨૩૩થી વધુને સંક્રમણ થયું છે. ફ્રાન્સે ઈરાકથી તેનાં તમામ સૈનિકો પાછા બોલાવવાનું નક્કી કર્યું છે.

બ્રિટનના રાજદ્વારીનું હંગેરીમાં મોત : છેલ્લા ૨૪ કલાકમાં ૪૩નાં મોત : લંડનમાં ICUની અછત

બ્રિટનનાં રાજદ્વારી સ્ટીવન ડીકનું હંગેરીમાં મોત થયું છે. તેઓ બુડાપેસ્ટમાં બ્રિટિશ દૂતાવાસનાં મિશનમાં ઉપપ્રમુખ હતા. બ્રિટનમાં ૪૬૫નાં મોત થયા છે અને ૯૬૪૦ને સંક્રમણ થયું છે. બ્રિટનમાં છેલ્લા ૨૪ કલાકમાં ૪૩નાં મોત થયા છે. નવા ૧૪૫૨ લોકોને સંક્રમણ થયું છે. લંડનમાં ICUની અછત સર્જાઈ છે આથી કેવી રીતે લોકોની સારવાર કરવી તે સમસ્યા સર્જાઈ છે.

યુરોપ ગયા પછી ગ્રેટા થનબર્ગને કોરોનાની શક્યતા

યુરોપ ગયા પછી પર્યાવરણ સુરક્ષા માટેની કાર્યકર્તા ગ્રેટા થનબર્ગે પોતાનો કોરોનાની અસર થયાનું શંકા દર્શાવી છે તેણે લોકોને ઘરમાં જ રહેવા કહ્યું છે. તે સેલ્ફ આઈસોલેશનમાં રહે છે.

પાક.માં કોરોનાના ૨૫ ટકા કેસ યુવાનોને ચેપ લાગ્યાના અહેવાલ

પાક.માં કોરોનાથી ૯ નાં મોત થયા છે જ્યારે ૧૧૩૦ને સંક્રમણ થયું છે. ચીને મેડિકલ સપ્લાય માટે તેની બોર્ડર ખોલવા પાક.ને કહ્યું છે.પાક.માં કોરોનાગ્રસ્ત ૨૫ ટકા કેસ યુવાનોનાં છે અહીં ૨૫૦થી વધુ કોરોનાનાં કેસ ૨૧થી ૩૦ વર્ષનાં યુવાનોનાં છે.

જાપાનમાં ટાસ્ક ફોર્સની રચના  

જાપાનમાં કોરોનાથી લડવા ટાસ્ક ફોર્સ રચાયું છે. અહીં ૪૫નાં મોત થયા છે જ્યારે ૧૩૦૭ને સંક્રમણ થયું છે. બુધવારે ૯૮ નવા કેસ બહાર આવ્યા હતા.

હોંગકોંગમાં ૪૧૦ કેસ : ૨૪ નવા કેસ નોંધાયા

હોંગકોંગમાં બુધવારે કોરોનાનાં ૨૪ નવા કેસ બહાર આવ્યા હતા. કુલ ૪૫૩ કેસ નોંધાયા છે. ૪નાં મોત થયા છે. જો કે કોમ્યુનિટી ટ્રાન્સમિશન ઘટયું છે.

ન્યૂ યોર્કમાં ૩ અઠવાડિયાની છોકરી સૌથી નાની ઉંમરની કોરોના સંક્રમિત દર્દી

ન્યૂ યોર્કમાં ૩ અઠવાડિયાની છોકરીને સૌથી નાની ઉંમરની કોરોના સંક્રમિત ગણાઈ છે. લોંગ આઈલેન્ડમાં તેને સારવાર અપાયા પછી હાલ તેનાં ઘરમાં આરામ કરી રહી છે. તેને અલગ રખાઈ છે.

કયા દેશમાં કેટલા કેસ કેટલાં મોત

દેશ                 કેસ                 મોત

ચીન               ૮૧૨૮૫                       ૩૨૮૭

ઈટાલી           ૭૪૩૮૬                       ૭૫૦૩

અમેરિકા        ૬૮૯૦૫                       ૧૦૩૭

સ્પેન               ૫૬૧૮૮        ૪૦૮૯

જર્મની            ૪૦૫૮૫                       ૨૨૯

ઈરાન            ૨૯૪૦૬                       ૨૨૩૪

ફ્રાન્સ              ૨૫૨૩૩                       ૧૩૩૧

સ્વ્ત્ઝિર્લેન્ડ      ૧૧૫૭૫                       ૧૭૨

બ્રિટન            ૯૫૨૯           ૪૬૫

દ. કોરિયા      ૯૨૪૧           ૧૩૧

ભારત            ૭૧૯              ૧૬

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;