In Japan new PM dissolved parliament, holding elections in late October
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • જાપાનમાં નવા PMએ સંસદનો ભંગ કર્યો, ઓક્ટોબરના અંતે ચૂંટણી

જાપાનમાં નવા PMએ સંસદનો ભંગ કર્યો, ઓક્ટોબરના અંતે ચૂંટણી

 | 6:30 am IST
  • Share

જાપાનના વડા પ્રધાન ફુમિયો કિશિદાએ સંસદના નિચલા ગૃહનો ભંગ કરી દીધો છે. આ સાથે જ હવે દેશમાં 31 ઓક્ટોબરે ચૂંટણી માટેના આયોજનનો રસ્તો સાફ થઇ ગયો છે. આ ચૂંટણી સાથે જ કિશિદાના નામ પર પણ સત્તાવાર મહોર લાગી જશે.

સંસદે 10 દિવસ પહેલા જ તેમને યોશિહિદે સુગાના સ્થાન પર વડા પ્રધાન પદે નિમણૂક કરી હતી. ફુમિયો કિશિદા વડા પ્રધાન બન્યા તે પહેલા જાપાનના વિદેશ મંત્રી પદે પણ રહી ચુક્યા છે. કિશિદાએ સત્તારૃઢ લિબરલ ડેમોક્રેટિક પક્ષના નેતા પદની ચૂંટણી છેલ્લા અઠવાડિયે જીતી લીધી હતી ત્યારથી તેમનું વડા પ્રધાન પદે ચૂંટાવું નક્કી માનવામાં આવી રહ્યું હતું કારણ કે સંસદમાં તેમના પક્ષ અને તેમના સહયોગી પક્ષ બંનેની બહુમતી છે.

નિષ્ણાતોના જણાવ્યા મુજબ જાપાનના પીએમએ મહામારી બાદ હવે આગળ વધતા દેશની અર્થવ્યવસ્થાને મજબૂત કરવાનો નિર્ણય કર્યો છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો