બાંદીપોરાના જંગલમાં બે આતંકવાદી ઠાર, સેનાનો એક જવાન પણ શહીદ - Sandesh
  • Home
  • Featured
  • બાંદીપોરાના જંગલમાં બે આતંકવાદી ઠાર, સેનાનો એક જવાન પણ શહીદ

બાંદીપોરાના જંગલમાં બે આતંકવાદી ઠાર, સેનાનો એક જવાન પણ શહીદ

 | 8:33 am IST

રમજાનના પવિત્ર માસમાં યુદ્ધવિરામ વચ્ચે પણ આતંકવાદીઓ દ્વારા સતત સેના પર હુમલો કરવામાં આવી રહ્યા છે. જમ્મુ કાશ્મીર સ્થિત બાંદીપોરા જિલ્લામાં પનારના જંગલોમાં આતંકીઓ અને સેના વચ્ચે મુઠભેડમાં બે આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે. આ મુઠભેડમાં ભારતીય જવાન પણ શહીદ થયો છે. પનારના જંગલોમાં સેના છેલ્લા છ દિવસથી સર્ચ ઓપરેશન ચલાવી રહ્યું છે.

ઉત્તર કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં છેલ્લા છ દિવસમાં ઘણી વખત સેના અને આતંકીઓ વચ્ચે મુઠભેડ થઈ ચુકી છે. એક રિપોર્ટ અનુસાર, ગુરૂવારે સવારે મુઠભેડમાં સેનાએ બે આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. આ મુઠભેડમાં જ સેનાનો એક જવાને પણ પોતાનો જીવ ગુમાવ્યો હોવાનું સામે આવ્યું છે.

અત્રે નોંધનીય છેકે સેનાએ શનિવારે મોડી સાંજે બાંદીપોરના પનાર વિસ્તારના જંગલોમાં કેટલાક આતંકીઓ હોવાની માહિતી મળી હતી. જેના આધાર પર સેનાની 14 રાષ્ટ્રીય રાઈફલ્સના જવાનોએ પનારના જંગલોમાં તપાસ અભિયાન શરૂ કર્યું હતું. જેમાં આતંકીઓએ સેના જવાનો પર ગોળીબાર કરી ભાગવા માટેનો પ્રયાસ કર્યો હતો, જે પછી SOG અને CRPFના જવાનાઓએ જંગલને ઘેરી લીધું હતું અને તપાસ હાથ ધરી હતી.

કાશ્મીર ઘાટીમાં છેલ્લા થોડા દિવસોથી સુરક્ષા જવાનો પર આતંકી હુમલાની ઘણી ઘટના સામે આવી રહી છે. આ ઉપરાંત કેન્દ્ર દ્વારા રમજાનના મહિનામાં યુદ્ધવિરામની જાહેરાત પછી ઘણાં વિસ્તારોમાં હથિયારની લૂંટ અને ઘણાં હુમલા પણ કરવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન