જુલાઈમાં પેસેન્જર વાહનો અને કારનું વેચાણ ઘટયું - Sandesh
  • Home
  • Business
  • જુલાઈમાં પેસેન્જર વાહનો અને કારનું વેચાણ ઘટયું

જુલાઈમાં પેસેન્જર વાહનો અને કારનું વેચાણ ઘટયું

 | 2:35 am IST

। નવી દિલ્હી ।

દેશમાં પેસેન્જર વાહનોનું વેચાણ જુલાઈમાં ૨.૭૧ ટકા ઘટી ૨,૯૦,૯૬૦ યુનિટ થયું હતું જે ગયા વર્ષે સમાન ગાળામાં ૨,૯૯,૦૬૬ યુનિટ હતું. દેશમાં કારના વેચાણમાં પણ સ્હેજ ઘટાડો જણાયો હતો. કારનું વેચાણ ૧,૯૧,૯૭૯ યુનિટ થયું હતું જે ૨૦૧૭ના જુલાઈમાં ૧,૯૨,૮૪૫ યુનિટ હતું, એમ સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઇલ મેન્યૂફેક્ચર્સ (એસઆઇએએમ) દ્વારા જારી કરાયેલા આંકડાઓએ દર્શાવ્યું હતું.

જોકે, મોટરસાઇકલનું વેચાણ ૯.૬૭ ટકા વધી ૧૧,૫૦,૯૯૫ યુનિટ થયું હતું જે એક વર્ષ પૂર્વે સમાન ગાળામાં ૧૦,૪૯,૪૭૮ યુનિટ હતું. દ્વિચક્રી વાહનોનું કુલ વેચાણ જુલાઈમાં ૮.૧૭ ટકા વધી ૧૮,૧૭,૦૭૭ યુનિટ થયું હતું જે એક વર્ષ પૂર્વે ૧૬,૭૯,૮૭૬ યુનિટ હતું.  કર્મિશયલ વાહનોનું વેચાણ ૨૯.૬૫ ટકા વધી ૭૬,૪૯૭ યુનિટ થયું હતું, એમ એસઆઇએએમે જણાવ્યું હતું.

;