In Junagadh, the lover of a married woman stabbed him to death with 10 knife wounds
  • Home
  • Featured
  • જૂનાગઢમાં પરિણીત પ્રેમિકાને પ્રેમ કરવો ભારે પડ્યો, પ્રેમીએ ક્રૂરતાની હદ હટાવતા ખુન્નસમાં એવી રીતે કરી કરપીણ હત્યા કે….

જૂનાગઢમાં પરિણીત પ્રેમિકાને પ્રેમ કરવો ભારે પડ્યો, પ્રેમીએ ક્રૂરતાની હદ હટાવતા ખુન્નસમાં એવી રીતે કરી કરપીણ હત્યા કે….

 | 7:52 am IST

શાકભાજીની દુકાને જ સરાજાહેર ખુન્નસથી કરી હત્યા… મર્ડરઃ પ્રેમિકાને મારવા માટે છેલ્લા ૭ મહિનાથી શોધતો હતો

જૂનાગઢઃ જૂનાગઢમાં દોલતપરા જીઆઇડીસી વિસ્તારમાં શાકભાજીની દુકાને ખરીદી કરી રહેલ એક મહિલાની સરાજાહેર એક શખ્સે છરીના આડેધડ ૧૦ જેટલા ઘા ઝીકીને હત્યા કરી નાખતા સનસનાટી મચી જવા પામી છે. આ હત્યા પાછળ પૂર્વ પ્રેમીએ મહિલાની હત્યા કરી નાખી હોવાનું સામે આવ્યું છે.

પોલીસે જણાવ્યા મુજબ જૂનાગઢમાં દોલતપરામાં જીઆઇડીસી-૨માં રહેતી ભાવનાબેન ભગવાનજીભાઈ કોળી ઉ.વ.૩૭ નામની મહિલા આજે બપોરે અહીની એક દુકાને શાકભાજી લેવા માટે આવી હતી, ત્યારે પાછળથી બાઈક લઈને આવી ચડેલા લાઠીના સંજય પ્રવીણભાઈ ગૌસ્વામી નામના શખ્સે આવીને છરી વડે હુમલો કર્યો હતો અને આડેધડ ઘા ઝીકી દેતા ભાવના સ્થળ પર જ નીચે ઢળી પડી હતી, છતાં સંજયે શરીર પર વધુ આડેધડ ઘા ઝીકીને ક્રૂરતાપૂર્વક ભાવનાની હત્યા કરી નાખી હતી.

બાદમાં તે ભાગવાના બદલે સ્થળ પર હાજર રહ્યો હતો, ત્યારે હત્યાની જાણ થતા દોલતપરા ચોકીથી મહિલા પીએસઆઈ વી.આર.ચાવડા સ્થળ પર દોડી આવી સંજયના હાથમાંથી છરી આંચકી લઈને તેને પકડી લીધો હતો. જે અંગે પોલીસને જાણ કરવામાં આવતા એ ડીવીઝન પીઆઈ જે.પી.ગોસાઈ સહિતનો કાફ્લો સ્થળ પર દોડી આવીને આરોપીને પકડીને વધુ તપાસ હાથ ધરી હતી. અને સંજય સામે હત્યાનો ગુન્હો નોધવા તજવીજ હાથ ધરી હતી. આ ઘટનાને દુકાનદારે પોતાની નજર સામે જોઈ હતી. હત્યા બાદ સંજયની આંખમાં જરા પણ પસ્તાવો ન્હોતો જોવા મળ્યો.

પ્રેમમાં દગો મળતા હત્યા કરી નાખી|

જૂનાગઢ: સંજય અને ભાવના વચ્ચે છેલ્લા ૬ વર્ષથી પ્રેમ સંબંધ હતો, સંજય લાઠીમાં હીરા ઘસવાનું કામ કરતો અને ભાવનાના લગ્ન થઈ ગયા હતા, બંને વચ્ચે પ્રેમ હતો, છ વર્ષ સુધી બંને વચ્ચે પ્રેમ સબંધ રહ્યો બાદમાં ભાવના છેલ્લા ૯ માસથી અન્ય કોઈ પ્રેમી સાથે ભાગી જતા આ અંગેની વાત સંજયના દિલમાં ખટકી રહી હતી, અને પ્રેમમાં દગો મળ્યો હોય તેમ માનીને છેલ્લા ૭ મહિનાથી તે ભાવનાને શોધતો હતો, અને તે જૂનાગઢ રહેતી હોવાની જાણ થતા આજે આવીને તેને પતાવી દીધાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.

ભાવનાને સંતાનમાં ૧૩ વર્ષની દીકરી, ૯ વર્ષનો દીકરો અને ૭ વર્ષની દીકરી છે, જેમાં મોટા બને સંતન તેના માવતર અને પતિ સાથે રહે છે, જયારે નાની દીકરી તેની સાથે રહેતી હતી, જે આજે માતાના મોતથી એકલી પડી ગયેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન