કેરળમાં ગાંધીજીની પ્રતિમાને નુકસાન,  યુપીમાં આંબેડકરની ૪ પ્રતિમા ખંડિત - Sandesh
  • Home
  • Ahmedabad
  • કેરળમાં ગાંધીજીની પ્રતિમાને નુકસાન,  યુપીમાં આંબેડકરની ૪ પ્રતિમા ખંડિત

કેરળમાં ગાંધીજીની પ્રતિમાને નુકસાન,  યુપીમાં આંબેડકરની ૪ પ્રતિમા ખંડિત

 | 1:16 am IST

નવી દિલ્હી :

દેશના અલગ અલગ હિસ્સામાં મહાપુરુષોની પ્રતિમાઓને નુકસાન પહોંચાડવાનો સિલસિલો ગુરુવારે પણ જારી રહ્યો હતો. ત્રિપુરામાં લેનિનની પ્રતિમા તોડી પાડવાથી થયેલી શરૂઆત બાદ તામિલનાડુમાં પેરિયાર, પશ્ચિમ બંગાળમાં શ્યામાપ્રસાદ મુખરજી અને ઉત્તર પ્રદેશમાં બાબાસાહેબ આંબેડકરની પ્રતિાઓને નુકસાન કરાયા બાદ આ ઝાળ ગુરુવારે કેરળ પહોંચી હતી. ગુરુવારે કેરળના કન્નુર જિલ્લામાં કેટલાંક અજાણ્યાં લોકોએ મહાત્મા ગાંધીની પ્રતિમાને નુકસાન પહોંચાડયું હતું. તામિલનાડુમાં બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પર કાળો રંગ ચોપડવાનો મામલો સામે આવ્યો છે. બીજી તરફ ઉત્તર પ્રદેશમાં છેલ્લા બે દિવસમાં અલીગઢ અને મેરઠમાં બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને નુકસાન કરવાના ચાર બનાવ બન્યા હતા.

લેનિનની પ્રતિમા તોડી પડાતાં ભાજપના નેતાએ આનંદ વ્યક્ત કર્યો

મહારાષ્ટ્રમાં ભાજપના વરિષ્ઠ નેતા રાજપુરોહિતે જણાવ્યું હતું કે લેનિનની પ્રતિમા તોડી પડાતાં હું ઘણો ખુશ થયો છું. લેનિનની પ્રતિમા અપમાનનું પ્રતીક છે. ત્રિપુરામાં સત્તાનાં નામે લેનિન જેવાની પ્રતિમા લગાવાઈ છે. આ દેશમાં લેનિનનું શું યોગદાન છે? દેશમાં આવેલી લેનિનની તમામ પ્રતિમાઓ તોડી પાડવી જોઈએ. અગાઉ ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ જણાવ્યું હતું કે લેનિન વિદેશી અને એક પ્રકારનો આતંકવાદી છે. આવી વ્યક્તિની પ્રતિમા આપણા દેશમાં શા માટે લગાવવી જોઈએ? ડાબેરીઓ તેમની કચેરીમાં લેનિનની પ્રતિમા રાખીને પૂજા કરી શકે છે. ભાજપના નેતા રામ માધવ અને ત્રિપુરાના રાજ્યપાલ તથાગત રોયે પણ લેનિનની પ્રતિમા તોડી પાડવાને યથાર્થ ગણાવ્યું હતું.

અને યુપીમાં હનુમાનની મૂર્તિને નુકશાન કરાયું

ત્રિપુરામાં લેનિનની બે પ્રતિમા તોડી પડાયા બાદ દેશમાં ચાર દિવસમાં સાત મહાપુરુષોની પ્રતિમાને નુકસાન કરાયું હતું. ગુરુવારે કેરળમાં મહાત્મા ગાંધી અને તામિલનાડુમાં આંબેડકરની પ્રતિમાને નુકસાન કરાયું હતું. તે પહેલાં ઉત્તર પ્રદેશમાં બાબાસાહેબની અને તામિલનાડુમાં પેરિયારની પ્રતિમાને નુકસાન કરાયું હતું. ગુરુવારે રાત્રે યુપીના બલિયામાં હનુમાનજીના ર્મૂિતને પણ નુકશાન કરાયાનું સામે આવ્યું હતું.

;