કોરિયાનાં પ્યોંગચાંગમાં આજથી વિન્ટર ઓલિમ્પિક્સનો પ્રારંભ - Sandesh
NIFTY 10,545.50 +44.60  |  SENSEX 34,297.47 +141.52  |  USD 63.9100 -0.18
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • કોરિયાનાં પ્યોંગચાંગમાં આજથી વિન્ટર ઓલિમ્પિક્સનો પ્રારંભ

કોરિયાનાં પ્યોંગચાંગમાં આજથી વિન્ટર ઓલિમ્પિક્સનો પ્રારંભ

 | 2:49 am IST

પ્યોંગચાંગ :

આજથી સાઉથ કોરિયાના પ્યોંગચાંગ ખાતે શરૂ થઈ રહેલા ૨૩મા વિન્ટર ઓલિમ્પિક્સમાં લ્યૂઝ એથ્લીટ શિવા કેશવન અને ક્રોસ કન્ટ્રી સ્કાયર જગદીશ ભારત તરફથી દાવેદારી રજૂ કરશે. ૩૬ વર્ષીય શિવા કેશવન છઠ્ઠી વખત વિન્ટર ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યો છે. જે તેની કારકિર્દીની અંતિમ ઓલિમ્પિક પણ છે. અહીં તેનું લક્ષ્ય ધમાકેદાર વિદાય સાથે આ રમતને યાદગાર બનાવવાનું છે. શિવાએ નાગાનોમાં ૧૯૯૮માં યોજાયેલી વિન્ટર ઓલિમ્પિકમાં પદાર્પણ કર્યું હતું. તે પછી ૨૦૦૨, ૨૦૦૬, ૨૦૧૦ અને ૨૦૧૪ના ઓલિમ્પિકમાં પણ ભાગ લઈ ચૂક્યો છે જ્યારે જગદીશ પ્રથમ વાર વિન્ટર ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યો છે.

આજે ઓપનિંગ સેરેમની

ઓપનિંગ સેરેમની આજે ભારતીય સમય અનુસાર સાંજે ૪.૩૦ કલાકે પ્યોંગચાંગ ઓલિમ્પિક સ્ટેડિયમ ખાતે યોજાશે. આ સ્ટેડિયમને ઓપનિંગ સેરેમની અને ક્લોઝિંગ સેરેમનીના હેતુથી જ આ સ્ટેડિયમ બનાવવામાં આવ્યું છે. વિન્ટર ઓલિમ્પિકમાં કુલ ૯૨ ટીમ (૯૧ દેશ અને રશિયન ખેલાડીઓ ઓલિમ્પિક એથ્લીટ તરીકે) ભાગ લઈ રહી છે. ઓપનિંગ સેરેમનીમાં સૌથી પહેલાં ગ્રીસના એથ્લીટ્સ પ્રવેશ કરશે જ્યારે યજમાન સાઉથ કોરિયાના એથ્લીટ્સનું દળ સૌથી છેલ્લે રહે છે. તે પછી આલ્ફાબેટ મુજબ દરેક દેશનું દળ સામેલ થશે જેમાં ભારતીય દળ ૬૧મા ક્રમાંકે પ્રવેશ કરશે.