Video : દર્શન કરો ધોલકાના ટપરપુરા ગામમાં આવેલા કોઠેશ્વરમહાદેવ મંદિરના - Sandesh
NIFTY 10,545.50 +44.60  |  SENSEX 34,297.47 +141.52  |  USD 63.9100 -0.18
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Video : દર્શન કરો ધોલકાના ટપરપુરા ગામમાં આવેલા કોઠેશ્વરમહાદેવ મંદિરના

Video : દર્શન કરો ધોલકાના ટપરપુરા ગામમાં આવેલા કોઠેશ્વરમહાદેવ મંદિરના

 | 4:38 pm IST

સૃષ્ટિના સંહારક શિવજીને ત્રણ મુખ્ય દેવોમાંના એક માનવામાં આવે છે. પરંતુ અમદાવાદનાં ધોળકા તાલુકાના ટપરપુરા ગામમાં આવેલું શિવ મંદિર અદભૂત અને અવિશ્વસનીય છે. આ મંદિર આશરે 6000 વર્ષ જુનુ મંદિર છે. જેની સાથે અનેક પૌરાણિક ગાથાઓ પણ જોડાયેલી છે. તો આવો દર્શન કરીએ કોઠેશ્વર મહાદેવનાં…

લગભગ 5500 થી 6000 વર્ષ જુનું પ્રાચીન મંદિર કોઠેશ્વર મહાદેવમાં આવેલું છે. આ મંદિર પાંડવો હતાં તે સમયનું પ્રાચીન મંદિર માનવામાં આવે છે. એટલે કે આપણી પ્રાચીન સંસ્કૃતિની પણ તેમાં ઝાંખી થાય છે. આ એક અદ્દભૂત મંદિર છે કે જે આપણી ઐતિહાસિક સંસ્કૃતિને પણ દર્શાવે છે અને તેની આ સંસ્કૃતિને ગામ લોકોએ પણ એક ઐતિહાસિક વિરાસત તરીકે કાળજીપૂર્વક સાચવીને રાખ્યું છે. આમ દૂરથી જોતા આ મંદિર અતી સામાન્ય લાગે છે. પરંતુ તેની અંદર જતા તેની ભવ્યતાનો ખ્યાલ આવે છે. મંદિરમાં પાંડવો દ્વારા તીરબાણ ચલાવીને પાણી પ્રગટ કરવામાં આવ્યું હતું. તે જુની વાવ પણ જોવા મળે છે.

મંદિરમાં શિવલિંગ ઘણું નાનું છે પરંતુ લોકો ઘણી આસ્થાથી તેની સેવા પુજા કરે છે. સવાર-સાંજ ગામના લોકો દ્વારા આરતી કરવામાં આવે છે. તહેવારોમાં પણ તેને અદ્દભૂત રીતે શણગારીને તૈયાર કરવામાં આવે છે. એકલા ટપરપુરા ગામના જ નહીં દૂર દૂરના ગામમાંથી આ કોઠેશ્વર મહાદેવના દર્શન અર્થે લોકો ઉમટે છે. ગામ લોકો પણ એવી અપેક્ષા રાખે છે કે આ મંદિરનું મહાત્મય દૂર દૂર સુધી લોકો પાસે પહોંચે છે. બીજી વસ્તુંએ પણ છે કે સમય જતાં અને શહેરીકરણ વધતા આ ગામના યુવાઓ અન્ય શહેરોમાં જ્યાં વસે છે, ત્યાં આ મંદિરનાં દર્શન કરી શકે અને તેનું મહાત્મય જાણી શકે તેવું આ ગામનાં વડીલો ઇચ્છે છે.

અહીં આવેલી વાવ ખુબ જ અદ્દભૂત છે. કહેવાય છે કે તેમાં કોઇ પડે તો જાતે જ મંદિરના ઢોલ નગારા વાગવા માંડે છે. આ વાવ પણ એક આપણી પ્રાચીન સંસ્કૃતી કહી શકાય છે. હજુ પણ આ રીતે મંદિરના પ્રાંગણમાં આવેલી આ વાવની સાચવણી પણ એટલી જ ધ્યાન અને શ્રદ્વા પૂર્વક કરવામાં આવી રહી છે. સાથે સાથે મંદિરમાં એક વડનું ઝાડ પણ છે કે જેની નીચે લોકો બેસીને તેમનો સમય શાંતિથી પસાર કરી શકે છે. ખરેખર આ મંદિર ખૂબ જ પ્રાચીન પણ છે અને લોકોની અપાર આસ્થા પણ આ મંદિર સાથે જોડાયેલી છે.