કચ્છમાં 10 વર્ષથી એક વૃદ્ધા છે સાંકળથી બંધાયેલ, જાણો કેમ - Sandesh
  • Home
  • Bhuj
  • કચ્છમાં 10 વર્ષથી એક વૃદ્ધા છે સાંકળથી બંધાયેલ, જાણો કેમ

કચ્છમાં 10 વર્ષથી એક વૃદ્ધા છે સાંકળથી બંધાયેલ, જાણો કેમ

 | 5:33 pm IST

કચ્છના ભૂજનાં મિરજાપુર નજીક આવેલા વાંઢનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ ગામમાં 10 વર્ષથી માનસિક રીતે અસ્થિર મહિલાને તેના જ પરિવારે લોખંડની સાંકળથી બાંધી તાળું મરાયુ છે. આ પાછળનું કારણ માત્ર એટલું જ છે કે તે વૃદ્ધા માનસિક રીતે સ્વસ્થ નથી.

આ મામલે મળતી માહિતી પ્રમાણે ટાંકાવાંઢ ગામમાં એક ઘરના પશુના વાડામાં એક વૃદ્ધ માનસિક અસ્થિર મહિલાને સાંકડ વડે બાંધી રાખવામાં આવી છે. લોખંડની સાંકળને પણ ભાગી ન જાય તે માટે તાળું મારવામાં આવ્યું છે. આ વૃદ્ધા મહિલાને જ્યાં રાખવામાં આવ્યાં છે ત્યાં જીવજંતુઓ પણ દેખાઇ રહ્યાં છે. બંધક મહિલા માનસિક રીતે અસ્થિર હોવાનો દાવો કરવામા આવી રહ્યો છે.