15 વર્ષના ગાળામાં જ આ કંપનીએ આપ્યું 370 ગણું રિટર્ન - Sandesh
  • Home
  • Business
  • 15 વર્ષના ગાળામાં જ આ કંપનીએ આપ્યું 370 ગણું રિટર્ન

15 વર્ષના ગાળામાં જ આ કંપનીએ આપ્યું 370 ગણું રિટર્ન

 | 4:01 pm IST

શું તમે માની શકો કે શેરબજારમાં નજીવી રકમનું રોકાણ કરીને તમે કરોડપતિ બની શકો. આ વાત ભલે માન્યામાં ન આવે પણ તે સાચી પૂરવાર કરી આપી છે શેર બજારમાં લિસ્ટેડ આ કંપનીએ. નોન બેંકિંગ ફાઈનાન્સ કંપનીએ માલેતુજારોને લોન આપવાને બદલે દેશના આમ આદમીને પોતાની ઘરવપરાશની ચીજ વસ્તુઓની ખરીદારી માટે લોન આપવામાં રસ દાખવ્યો. જોતજોતામાં આ કંપની કરોડોમાં ખેલવા લાગી. એટલું જ નહિ તેણે પોતાનામાં રોકાણ કરનારાઓને પણ 370 ગણું રિટર્ન આપ્યું. એટલે કે જે લોકોએ વર્ષ 2003માં માત્ર 27027 રૂપિયા આ કંપનીના શેરમાં રોક્યા તેઓ આજે કરોડપતિ બની ગયા. વર્ષ 2003માં બજાજ ફાઈનાન્સ કંપનીના શેરની કિંમત માત્ર 4.5 રૂપિયા હતી જે 15 વર્ષોમાં 37000 ટકા વધી ગઈ. 16મી ફેબ્રુઆરી 2018 ના રોજ તેની કિંમત 1690 રૂપિયા પહોંચી ગઈ.

બજાજ ફાઈનાન્સ કંપની એ બજાજ ફિન સર્વની એક સહાયક કંપની છે જે શેરબજાર(બીએસઈ)માં ટોપ 30 કંપનીઓમાં લિસ્ટેડ છે. વર્ષ 2003માં આ કંપનીનું માર્કે઼ટ કેપિટલ 100 કરોડ રૂપિયા જેટલું હતું જે આજે વધીને 1 લાખ કરોડ રૂપિયા થઈ ચૂક્યું છે. એનાલિસ્ટોનું કહેવું છે કે બજાજ ફાઈનાન્સ આવતા બે વર્ષોમાં 40 ટકા સુધી રિટર્ન આપી શકે છે.

નાણાંકિય વર્ષ 2017માં કંપનીની એસેટ અંડર મેનેજમેન્ટ(AUM) વધીને 60,194 કરોડ રૂપિયાની થઈ ગઈ છે. જે નાણાકિય વર્ષ 2008માં માત્ર 2478 કરોડ રૂપિયા જ હતી. એટલે કે એયુએમમાં  દર વર્ષે 43 ટકાનો ગ્રોથ નોંધાયો. તાજેતરમાં કંપનીના મોટાં અધિકારીઓનું કહેવું છે કે નાણાકિય વર્ષ 2018માં કંપનીના બેલેન્સશીટ 80,000 કરોડ રૂપિયા પર પહોંચી જશે.

પાછલા 10 વર્ષમાં બજાજ ફાઈનાન્સના નેટ ઈન્ટરેસ્ટ ઈનકમ(એનઆઈઆઈ) વર્ષે 38 ટકાની ચક્રવૃદ્ધિ વ્યાજના દરે વધી. જ્યારે ટેક્સ અને વ્યાજ ઘટાડીને કરેલી કમાણીમાં ક્રમશઃ 39 ટકા અને 65 ટકાનો વધારો થયો. કંપનીનું લક્ષ્ય આવતા પાંચ વર્ષમાં ગ્રાહકોની વર્તમાન સંખ્યા 2.5 કરોડથી વધારીને 7.5 કરોડે પહોંચાડવાનું છે. મોતીલાલ ઓસ્વાલનું કહેવું છે કે આરબીએલ બેંક સાથે ગઠબંધનથી કંપનીને બહું જ મોટો ફાયદો મળતો હોવાનું જોવામાં આવી રહ્યું છે. તેમના 2.5 લાખ કાર્ડ જારી કરવામાં આવ્યા છે જે ડિસેમ્બર 2018 સુધીમાં વધીને 10 લાખ રૂપિયા કરવાનું લક્ષ્ય છે.

બ્રોકરેજ કંપની શેરખાનનું કહેવું છે કે વૃદ્ધિની મજબૂત સ્થિતિ, તુલનાત્મક રૂપે ઓછી પ્રતિસ્પર્ધા, ઓછો દબાવ, સંચાલન અને પ્રભાવી તંત્ર દ્વારા તગડું રિટર્ન આપવામાં આવી રહ્યું છે તેમછતાં નાના નાના કારણો, ટૂંકા ગાળાની દેશની નાણાકિય સ્થિતિની અસર પણ તેના પર પડશે. બોન્ડ યીલ્ડ્સમાં વધારો નોન બેંકિંગ ફાઈનાન્સ કંપનીઓની નફાની ટકાવારીને પણ અસર કરશે. તેથી કંપનીએ ફૂંકી ફૂંકીને પગલાં ભરવાની જરૂર છે. અમે 1900 રૂપિયાના રિવાઈન્ડ પ્રાઈસ ટારગેટની સાથે તેને બાય રેંટિંગ આપીએ છીએ.