રાજકીય ધરોબો ધરાવતાં ભૈયુજી મહારાજના અંતિમ સંસ્કારમાં એક પણ નેતા ન ફરક્યા !!! - Sandesh
  • Home
  • Featured
  • રાજકીય ધરોબો ધરાવતાં ભૈયુજી મહારાજના અંતિમ સંસ્કારમાં એક પણ નેતા ન ફરક્યા !!!

રાજકીય ધરોબો ધરાવતાં ભૈયુજી મહારાજના અંતિમ સંસ્કારમાં એક પણ નેતા ન ફરક્યા !!!

 | 8:32 pm IST

ભૈયુજી મહારાજનું બુધવારે ઈન્દોરમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યું છે. તેમની મોટી પુત્રી કુહૂએ પોતાના પિતાને મુખાગ્નિ આપી હતી. જો કે આ તમામ વચ્ચે સૌથી પ્રખ્યાતન અને રાજકીય ધરોબો ધરાવતાં ભૈયુજી મહારાજના અંતિમ સંસ્કારમાં મધ્યપ્રદેશ કે કેન્દ્રના કોઈ પણ વરિષ્ઠ નેતા હાજર રહ્યા ન હતા. ભૈયુજીના અંતિમ સંસ્કારમાં મહારાષ્ટ્રના ઘણાં નેતા હાજર રહ્યા હતા.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પોતાના ઓએસડીને મોક્લયા હતા. તો બીજી તરફ શિવસેનાના એક સાંસદ અને બે ધારાસભ્યો હાજર રહ્યા હતા. જ્યારે બીજી તરફ ભાજપના રાજ્યના કોઈ પણ વરિષ્ઠ નેતા ફરક્યા પણ ન હતા. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહની સૌથી નજીક માનવામાં આવતાં હોવા છતાં ભૈયુજીના અંતિમ સંસ્કારમાં પહોંચ્યા ન હતા. કૈલાશ વિજયવર્ગીય કે દિગ્વિજય સિંહ પણ હાજર રહ્યા ન હતા. એવું પણ માનવામાં આવે છેકે, ભૈયુજી મહારાજ વડાપ્રધાન મોદીના નજીક હતા, પરંતુ પીએમ પણ તેમના અંતિમ સંસ્કારમાં હાજર રહ્યા ન હતા. જેમને ગુજરાતમાં સદભાવના ઉપવાસ વખતે નરેન્દ્ર મોદીને પારણાં કરાવ્યા હતા.

આ તરફ હવે પોલીસ પણ સમગ્ર ઘટનાને નવો વળાંક આપવાની તૈયારી કરી રહ્યું છે. પોલીસ ભૈયુજી મહારાજની પરિવારની આંતરિક વિગ્રહના કારણે આત્મહત્યા કર્યું હોવાનું જ તથ્ય સામે રાખવા માંગે છે. જેના પરિણામે જ તેમના મોબાઈલ કોલ ડીટેલ અને અન્ય મુદ્દા પર પોલીસ વાતચીત કરવા પણ માંગતી નથી.

પોલીસના સૂત્રોના જણાવ્યાનુસાર ભૈય્યુજી મહારાજના મોબાઈલની પ્રાથમિક તપાસ દરમિયાન જે તથ્ય સામે આવ્યાં છે. જે તેમની હાલની પ્રતિભાને અનુરૂપ નથી. આ જ કારણોસર પોલીસ અધિકારીઓ, મુખ્યમંત્રીઓ અને વરિષ્ઠ નેતાઓને અંતિમ સંસ્કારમાં ન આવવાની સલાહ આપવામાં આવી હતી.હવે જોવાનું રહેશે આગામી સમયમાં આ મુદ્દે કોઈ નવી રાજકીય રમત ન રમાઈ.