In Late Night Move India grounds Boeing 737 MAX till further orders
  • Home
  • Featured
  • અડધી રાત્રે એકશન મોડમાં આવ્યું ભારત, આ વિમાનને ઉડાડવા પર મૂકયો પ્રતિબંધ

અડધી રાત્રે એકશન મોડમાં આવ્યું ભારત, આ વિમાનને ઉડાડવા પર મૂકયો પ્રતિબંધ

 | 8:05 am IST

ભારતે ઇથોપિયન એરલાઇન્સનું એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતા મંગળવારના રોજ બોઇંગ 737 મૈક્સ 8 વિમાનને પ્રતિબંધિત કરી દેવાયું. વિશ્વના કેટલાંય બીજા દેશો એ પણ આ પ્રકારના પગલાં ઉઠાવ્યા છે. ઉલ્લેખનીય છે કે રવિવારના રોજ થયેલી આ વિમાન દુર્ઘટનામાં 157 લોકોના મોત થયા હતા. સ્પાઇસ જેટની પાસે અંદાજે 12 એવા વિમાન છે, જ્યારે જેટ એરવેઝની પાસે આવા પાંચ વિમાન છે. નાગર વિમાનન મંત્રાલયે એક ટ્વિટમાં કહ્યું કે ડીજીસીએ એ બોઇંગ 737-મેક્સ વિમાનોને ઉડાડવા પર તાત્કાલિક પ્રતિબંધ મૂકી દીધો છે. આ વિમાન ત્યાં સુધી ઉડાન નહીં ભરી શકે જ્યાં સુધી સુરક્ષિત ઓપરેશનલ માટે ઉપયુક્ત સુધારા અને સુરક્ષા ઉપાય કરી ના શકે.

મંત્રાલયે કહ્યું કે હંમેશા પેસેન્જર્સની સુરક્ષા અમારી સૌથી અગત્યની પ્રાથમિકતા છે. અમે પેસેન્જરની સુરક્ષા માટે દુનિયાભરના નિયામકો, એરલાઇન્સ, અને વિમાન બનાવતી કંપનીઓની સાથે નજીક પરામર્શ ચાલુ રાખીશું.

ઉલ્લેખનીય છે કે ઇથોપિયન એરલાઇન્સનું બોઇંગ 737 મૈક્સ 8 વિમાન રવિવારના રોજ ઇથોપિયાના અદીસ અબાબાની પાસે દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું હતું. તેમાં 6 ગુજરાતી સહિત વિમાનમાં સવાર 157 લોકોના મોત થયા હતા. છેલ્લાં પાંચ મહિનામાં બોઇંગ 737 મૈક્સ 8 વિમાન બીજી વખત અકસ્માતનો ભોગ બન્યું છે.

એક નિવેદનમાં સ્પાઇસ જેટે કહ્યું કે અમે બોઇંગ અને ડીજીસીએ ની સાથે સતત વાતચીત કરી રહ્યાં છીએ. અમે હંમેશાની જેમ સુરક્ષાને પહેલાં સ્થાન પર રાખવાનું ચાલુ રાખીશું. અમે ડીજીસીએના ગઇકાલના નિર્દેશોની અનુરૂપ પહેલેથી જ ઉપાય અમલમાં મૂકી દીધો છે.

આપને જણાવી દઇએ કે યુરોપિયન સંઘ અને કેટલાંય દેશોએ પોત-પોતાના હવાઇ ક્ષેત્રમાં 737 મૈક્સ 8ના ઉપયોગ પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ વિમાન પર પ્રતિબંધ મૂકનાર નેધરલેન્ડ પહેલો દેશ છે. આ સિવાય ચીન, ઇન્ડોનેશિયા, બ્રિટન, ફ્રાન્સ, અને જર્મનીએ પણ બોઇંગ 737 મૈક્સ 8ની ઉડાન ભરવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. તુર્કી, નોર્વે, દક્ષિણ કોરિયા, દક્ષિણ આફ્રિકાની કોમેર, સિંગાપોર, ઓસ્ટ્રેલિયા, મલેશિયા, આર્જેન્ટિના, ઓમાને પણ બોઇંગ 737 મૈક્સ વિમાન પર પ્રતિબંધ મૂકી દીધો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન