In law family of bhatar taluka Annoying woman
  • Home
  • Featured
  • 100 તોલા સોનું આપ્યું છતાં દહેજના ભૂખ્યા સાસરિયાઓએ પરિણીતા સાથે કર્યું ન કરવાનું કામ

100 તોલા સોનું આપ્યું છતાં દહેજના ભૂખ્યા સાસરિયાઓએ પરિણીતા સાથે કર્યું ન કરવાનું કામ

 | 9:28 pm IST

ભટારની પરિણીતાને લગ્નમાં માતા-પિતાએ 100 તોલા સોનું આપ્યું છતાં સાસરિયાઓએ દહેજ પેટે 50 લાખ રૂપિયાની માંગણી કરી શારીરિક અને માનસિક હેરાનગતિ કરતાં ખટોદરા પોલીસ મથકમાં ગુનો નોંધાવા પામ્યો છે.

ભટાર સ્થિત સત્યા એપાર્ટમેન્ટમાં રહેતા શાક્ષી દીક્ષાંત લોહિયાએ ફરિયાદ નોંધાવી હતી. તેણીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, એપ્રિલ 2018માં તેણીના લગ્ન દીક્ષાંત પ્રદીપ લોહિયા સાથે થયા હતા. તેણીના પિતાએ દમણની હોટલમાં ધામધૂમથી લગ્ન કરાવ્યા હતા. તેમજ લગ્નમાં દીકરી અને તેના સાસરિયાઓને 100 તોલા સોનું આપ્યું હતું. પરંતુ લગ્નના થોડા દિવસ બાદ તેણીના સાસુ બબીતા લોહિયા, સસરા પ્રદીપ લોહિયા, પતિ દીક્ષાંત લોહિયા તેમજ દિયર રજત લોહિયાએ તેણીને દહેજ પેટે 50 લાખ રૂપિયા પિતા પાસે લઇ આવવા દબાણ કર્યુ હતું. દહેજની માંગણી નહીં સંતોષાતા સાસરિયાઓએ તેણીને પિયર મોકલી આપી હતી.

ત્યારબાદ સમાજના લોકોની મમધ્યસ્થી બાદ ફરી તેણી સાસરે ગઇ હતી, પરંતુ સાસરિયાઓેએ શારીરિક અને માનસિક હેરાનગતિ ચાલુ રાખતા તેણીએ માતા-પિતાને વાત કરી હતી. ફરી વખત સમાજના મોભીઓએ મધ્યસ્થી કરી સાસરિયાઓથી અલગ રહેવાની શરતે તેણીને સાસરે મોકલાવી હતી. પતિ સાથે અલગ રહેતી હોવા છતાં સાસરિયાઓએ ત્રાસ આપવાનું યથાવત રાખ્યું હતું. તેમજ તેણીનો પતિ પણ નાની-નાની વાતે ઝઘડા કરી તેણીને મારઝૂડ કરતો હતો. એટલું જ નહીં તેણી સગર્ભા હતી ત્યારે તેણીની સાસુએ સ્વાઇન ફ્લૂની દવા હોવાનું કહીને એક દવા પિવડાવી હતી. આ દવા પીધા બાદ બાળકનું ગર્ભમાં જ મોત થઇ ગયું હતું.

લગ્નજીવનના એક વર્ષમાં સાસરિયાઓએ અસહ્ય ત્રાસ આપતા અંતે પરિણીતાએ ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પરિણીતાની ફરિયાદને આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વધુમાં ગત 7મીના રોજ પોલીસે કોર્ટમાં ચાર્ટશીટ રજૂ કરી છે.

આ વીડિયો પણ જુઓ : જૂનાગઢ સૌંદર્ય સોળે કળાએ ખીલ્યું

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન