જીવનમાં બધી જ બાજી અવળી પડે ત્યારે! - Sandesh

જીવનમાં બધી જ બાજી અવળી પડે ત્યારે!

 | 12:22 am IST

ચિનગારી :- ડો. રામુભાઈ એસ.પટેલ

નજર કો બદલો, નજારે બદલ જાયેંગે,

સોચ કો બદલો, સિતારે બદલ જાયેંગે!

કશ્તિયાં બદલને કી જરૂરત નહીં,

દિશા બદલો, કિનારે બદલ જાયેંગે!

એક માણસ પોતાના દુઃખોથી ભારે કંટાળી ગયો હતો ત્યારે આપઘાત કરવાનો વિચાર કરતો હતો. ત્યારે તેણે પ્રભુનું આખરી સ્મરણ કરીને કહ્યું હે પ્રભુ મારાથી હવે જીવાતું નથી. તારી પાસે હું આવી રહ્યો છું. પ્રભુએ તેની આ અરજ સામે કહ્યું દીકરા મેં તને સોંપેલી જવાબદારીઓ અધૂરી મૂકીને મારી પાસે આવવા શા માટે અધીરો બન્યો છે? ત્યારે પેલા દુઃખી માણસે કહ્યું હે પ્રભુ! મેં મારા પરિવારનું અસ્તિત્વ ટકાવવા માટે અનેક પ્રયત્નો કર્યા ત્યારે જીવનમાં બધી જ બાજી અવળી પડી છે. તેથી હવે મને આ જીવનમાં કોઈ રસરુચિ રહી નથી. તેથી તમારી પાસે આવવા આતુર બન્યો છું.

જીવનમાં દુઃખોનું પોટલું ઉપાડવું ફરજિયાત છે.

પરમેશ્વરે પેલા માણસને સમજાવ્યો, દીકરા, આ દુનિયામાં પ્રત્યેક જીવનને મેં કંઈકને કંઈક જવાબદારીનું પોટલું ઉપાડવા મોકલ્યો છે અને જન્મ સાથે તે જવાબદારીનું પોટલું ઉપાડવું ફરજિયાત છે. જો તને તારું આ પોટલુ ભારે લાગતું હોય તો મારી આજુબાજુ તારા સંબંધીઓ, પડોશીઓ, ઓળખીતાઓની જવાબદારીઓનાં અને દુઃખોનાં અનેક પોટલાં પડેલાં છે. તો તારું દુઃખોનું ભારે પોટલુ મૂકીને તને લાગતું કોઈ હલકું પોટલું લઈ શકે છે.

પેલા દુઃખી માણસે પ્રભુ પાસે પડેલાં અનેક દુઃખી માણસોનાં પોટલાં સામે નજર કરી. તો પ્રથમ પોટલું તેનો પડોશી જે ગર્ભશ્રીમંત હતો તેની ઉપર પડી. તેને ઉપાડવા ગયો તો એ પોટલું તેના પોટલા કરતાંય બારે લાગ્યું. આ જોઈને તેને ભારે આૃર્ય થયું અને પ્રભુને પૂછયુ હે પ્રભુ! આ પડોશી તો ગર્ભશ્રીમંત છે તેના જીવનમાં તેણે દુઃખ તો કહી જોયું નથી છતાં તેનું પોટલું આટલું ભારે કેવી રીતે હોઈ શકે?

માનવીને સુખનો અહેસાસ બીજાના સુખથી થાય છે.

પરમેશ્વરે કહ્યું જો તને એ ન સમજાયું હોય તો તું જાતે જ એ પોટલું ખોલીને જોઈલે! પેલા દુઃખી માણસે પોટલું ખોલ્યું તો બહારથી દેખાતા એ ગર્ભશ્રીમંતના પોટલામાં દીકરો દારૂડિયો, વ્યભિચારી દેખાયો. પતિ-પત્ની સતત કજિયા કરતાં દેખાયાં, દીકરી કેન્સરના રોગથી પિડાતી હતી. આ બધું જોઈને પેલા દુઃખી માણસે પરમેશ્વરને કહ્યું હે ભગવંત! બહારથી દેખાતા ગર્ભશ્રીમંતનું જીવન આટલી બધી યાતનાઓથી ભરપૂર કેવી રીતે હોઈ શકે?

ભગવંત હસી પડયા અને બોલ્યા, પ્રત્યેક માનવીને પોતાનું જીવન ભારે દુખી અને બીજાનુ જીવન સુખી લાગતુ હોય છે.તેમ છતા તારે હજી તેની ખાત્રી કરવી હોય તો મારી આજુબાજુ પડેલા બીજા માણસોના પોટલા ફંફોસી જો,તેણે બે-ત્રણ પોટલા ફંફોસી જોયા.તો બધા જ પોટલાં તેના દુઃખના પોટલાથી સવાયા અને દોઢા લાગ્યા.આખરે કંટાળીને પેલા દુઃખી માણસે પોતાનું દુઃખનું પોટલું પ્રજા પાસેથી પાછું માગ્યું. ભગવંતે હાસ્ય સાથે કહ્યું મારા દીકરા આ દુનિયામાં તારા કરતાંય ભારે દુઃખોનાં પોટલાં ઉપાડીને બધા લોsકો જીવી રહ્યા છે. કારણકે તેઓ પોતાનાં દુઃખનાં પોટલાં મને સોંપીને જીવે છે. કારણકે તેઓ પોતાનાં દુઃખનાં પોટલાં મને સોંપીને જીવે છે. જ્યારે તુ તારા દુઃખનું પોટલું તારા ખભા ઉપર મૂકીને ફરે છે. તેથી જ તું વધારે દુઃખી છે. તરત પેલા દુઃખી માણસે પોતાના દુઃખનું પોટલું પ્રજાના ચરણોમાં ધરી દીધું અને હલકો ફૂલ બની ગયો અને જીવનમાં સાચા સુખનો અહેસાસ થઈ ગયો અને આપઘાતમાંથી ઊગરી ગયો.

મારા સુખનું રિમોટ કંટ્રોલ મારી પાસે.

મારું સુખ ફ્ક્ત મારી ઉપર આધાર રાખે છે. સુખનો અહેસાસ કરવા માટે મારે બીજા લોકો પર, બીજી બાબતો પર કે બીજી પરિસ્થિતિઓ પર રાખવો પડતો નથી. તેથી મારા સુખનું રિમોટ કંટ્રોલ મારી પાસે છે. હકીક્તમાં સુખ એ બાહ્ય પરિસ્થિતિઓમાંથી મળતી ચીજ નથી. એ તો માનવીના માંહ્યલામાંથી પાંગરતો ભાવ છે. સુખ વર્તમાનમાં હોય છે. સુખ સમજણમાં હોય છે અને જે તે ક્ષણે હોય છે. બસ આટલું સમજાઈ જાય તો સંસારમાં ચોમેર વેરાયેલા સુખનો અહેસાસ થશે.

જિંદગીનો રસ્તો સીધી લીટીનો નથી.

આ પૃથ્વી ઉપર ભાગ્યે જ એવી કોઈ વ્યક્તિ હશે કે જેણે જીવનમાં હતાશા-સ્ટ્રેસનો અનુભવ કર્યો ના હોય! તેથી જીવન સુખ અને દુઃખનું સંમિશ્રણ છે. પ્રજાએ દુઃખ તમને વધારે ઊંચાઈએ લઈ જવાની કસોટી માટે મોકલ્યું છે. તેમાં ચોક્કસ કોઈ લાંબાગાળાનું આયોજન હશે! જીવનમાં પ્રત્યેક પડકાર, આફત પાછળ અવસરનું બિજારોપણ થયેલું જ હોય છે. તેથી તો તાળુ અને ચાવી બંને સાથે શોધાયેલાં છે. જેમ પતંગ સામા પવને ઊડી શકે છે તેમજ જીવનમાં દુઃખો સામી છાતીએ સામનો કરી ભીતરથી મજબૂત બનીને વધુ ઊંચાઈએ પહોંચવાનું છે. આથી જિંદગીનો રસ્તો સીધી લીટીનો નથી.

જીવનમાં આવી સ્થિતિ આવે ત્યારે ભૂતકાળની કઠીન અને હતાશા જનક સ્થિતિને યાદ કરીને વિચારવું કે જેમ દુઃખી દિવસો જતા રહ્યા તેમ આ દિવસો પણ જતા રહેશે. સૌરાષ્ટ્રમાં એક કહેવત છે ‘નેળનાં ગાડાં નેળમાં જ રહેતાં નથી.’ રસ્તે ચાલતાં સાંકળી નેળ આવી જાય અને ગાડું તેમાં દાખલ થઈ જાય. પણ જો તે ચાલ્યા જ કરે તો બહાર નીકળ્યા વગર છૂટકો નથી.

આખું જીવન સુખી થવાની લાયમાં દોડ દોડ કર્યા કરે અને દુઃખી થયા કરે તેવા પ્રાણીને આ જગતમાં માનવ કહે છે.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન